September 8, 2024
ગુજરાત

વિજ્ઞાન અને ટેકનોલોજીમાં નવીન સંશોધનોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત માં બીજા વાહ સાયન્સ લોરીએટ એવોર્ડ માટે નામાંકન શરૂ

વિક્રમ એ સારાભાઈ કૉમ્યુનિટી સાયન્સ સેન્ટર (VASCSC), અમદાવાદ અને વી આર ઓલ હ્યુમન્સ (WAAH) સંસ્થા એ વિજ્ઞાનને લોકપ્રિય બનાવવા અને સામાજિક લાભ માટે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં નવીન સંશોધનોને પ્રોત્સાહન આપવા માટે સાથે પ્રયાસ શરૂ કર્યો છે. WAAH સાયન્સ લોરિએટ અવોર્ડ એ આવી જ એક સંયુક્ત પહેલ છે. જેનો ઉદેશ્ય વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં સમાજ માટે ઉપયોગી સંશોધન કરનાર લોકોને પ્રોત્સાહિત કરવાનો છે.

WAAH સાયન્સ લોરિએટ અવાર્ડ્સ – પ્રથમ આવૃત્તિ (2022) માં, સિનિયર શ્રેણીમાં શ્રેષ્ઠ 6 અને જુનિયર શ્રેણીમાં શ્રેષ્ઠ 4 કૃતિઓને તેમનાં માર્ગદર્શકો સાથે સામાજિક હિત માટેના તેમના નવીન સંશોધન માટે પુરુસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. પ્રથમ આવૃત્તિ દરમ્યાન પુરુસ્કાર મેળવનારાઓ અને તેમનાં માર્ગદર્શકોને કુલ ₹6,00,000 ની શિષ્યવૃત્તિ અને પ્રશસ્તિ પત્ર (પ્રમાણપત્ર) આણંદ ખાતે એનાયત કરવામાં આવ્યા હતા. આ પુરસ્કારોની પ્રથમ આવૃત્તિની ભવ્ય સફળતા બાદ, VASCSC અને WAAH એ WAAH સાયન્સ લોરિએટ અવાર્ડ્સની દ્વિતીય આવૃત્તિ ની જાહેરાત કરી છે. ગુજરાતના વિજ્ઞાનના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પ્રાધ્યાપકો, વિજ્ઞાન પ્રચારકો, સંશોધન કરી રહેલા યુવા સંશોધનકારો અને વૈજ્ઞાનિકો પાસેથી નામાંકન મંગાવવામાં આવી રહ્યા છે. તેમાં બે અલગ અલગ શ્રેણી છે કે જેના માટે નામાંકન મોકલી શકાય છે.

સિનિયર સાયન્સ લોરિયટ માટે ત્રણ પુરસ્કાર વિજેતાઓ પસંદ કરવાના હોય છે અને દરેક પુરસ્કાર વિજેતા વિદ્યાર્થi ને રૂપિયા 1,00,000 તથા તેના મેન્ટર અથવા માર્ગદર્શક ને રૂપિયા 25,000 ફેલોશીપ સ્વરૂપે આપવામાં આવશે. આમ કુલ રૂપિયા 3,75,000 ફાળવવામાં આવ્યા છે અને દરેક ને પ્રશસ્તિ પત્ર પણ આપવામાં આવશે. અને એ જ રીતે જુનિયર સાયન્સ લોરિએટ એવોર્ડ માટે 4 પુરસ્કાર રાખવામાં આવ્યા છે અને દરેક ને વિજેતા ને રૂપિયા 40,000 તથા તેમના મેન્ટર ને રૂપિયા 15,000 મળીને કુલ રૂપિયા 2,20,000 અને પ્રશસ્તિ પત્ર આપવામાં આવશે. સિનિયર લોરિએટ શ્રેણીમાં ગુજરાત ક્ષેત્રે કાર્યરત એવા વૈજ્ઞાનિકો, વિજ્ઞાન પ્રચારકો, સંશોધકો, વિજ્ઞાન શિક્ષકો, પ્રાધ્યાપકો ઉપરાંત વ્યક્તિગત સંશોધક અરજી કરી શકે છે.

જ્યારે જુનિયર લોરિયટ શ્રેણીમાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ (અનુસ્તાનક સ્તર સુધીના) તથા સમાજને લાભદાયી સંશોધન કરનાર કોઈ પણ યુવા સંશોધક અરજી કરી શકે છે. આ પુરસ્કાર વ્યક્તિગત (મુખ્ય સંશોધક) અને તેમના માર્ગદર્શક ને આપવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2023 છે. એવોર્ડ સમારોહ જાન્યુઆરી 2024 માં યોજાશે. વધુ માહિતી www.vascsc.org પરથી મળી શકે એમ છે. VASCSC ના હેલ્પલાઇન નંબર 90999 02351 (સંસ્થાના સમય દરમિયાન) પર ફોન અથવા waah@vascsc.org પર ઈમેલ કરી વધુ માહિતી મેળવી શકાય છે. વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે નવીન વિચારોમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંશોધકો માટે આ એક અનન્ય તક છે. સમાજના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને તેઓને આ અનોખા પુરસ્કાર માટે અરજી કરવા પ્રોત્સાહિત થાય તે સમાજ ના લાભ માટે છે.

Related posts

રામોલમાં  અસામાજીક તત્વોએ હાથમાં તલવાર અને ડંડા જેવા હથિયારો સાથે આતંક મચાવી વાહનોમાં તોડફોડ કરી છે

Ahmedabad Samay

અમદાવાદ ટેકવોન્ડો ચેમ્પિયનશિપ 2021 માં કોલોરેકસ સ્કૂલના વિદ્યાર્થીઓએ મોનિકા જવાદેના કોચિંગ હેઠળ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું

Ahmedabad Samay

નરોડા પાટિયાથી ગેલેક્સી ચાર રસ્તાનો સળંગ 2.5 કિલોમીટરનો ઓવરબ્રિજ બનવાની કામગીરી શરૂ,૨૦૨૫ સુધી તૈયાર થશે બ્રિજ

Ahmedabad Samay

અમદાવાદ – વેકેશનમાં મેટ્રોને થઈ અધધ આવક, એક જ મહિનામાં 20 લાખ મુસાફરો મળ્યા

Ahmedabad Samay

ઓસ્‍કર એવોર્ડ માટે બે ભારતીય તામિલ ફિલ્‍મ ‘જય ભીમ’અને મલયાલમ ફિલ્‍મ ‘મરક્કર.લાયન ઓફ ધ અરેબિયન સી’ આગળની યાદીમાં સામેલ કરવામાં આવી

Ahmedabad Samay

નવા ૧૬ જેટલા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો