September 21, 2026
ગુજરાત

રાજકોટમાં ઇન્ટેક સંસ્થા દ્વારા ઇન્ટર-સ્કુલ હેરિટેજ ક્વિઝ: ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ લેશે ભાગ

રાજકોટમાં ઇન્ટેક સંસ્થા દ્વારા ઇન્ટર-સ્કુલ હેરિટેજ ક્વિઝ: ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ લેશે ભાગ ભારતના વારસાના જતન અને સંરક્ષણના હેતુસર કાર્યરત ઈન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ (INTACH) રાષ્ટ્રીય સંસ્થા છે. ઇન્ટેકના રાજકોટ ચેપ્ટર દ્વારા રાજકોટના ભવ્ય ભૂતકાળને ઉજાગર કરવા અને તેની ભવ્યતાને સામાન્ય લોકો સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે હેરિટેજ ક્વિઝનું તા. ૦૫ ઓગસ્ટના રોજ જિનીયસ CBSE સ્કુલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ટેક રાજકોટ ચેપ્ટરના કન્વીનર આર્કિટેક્ટ રિદ્ધિબેન શાહના જણાવ્યા મુજબ ભારતીય નાગરિક તરીકે દેશના સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસાને જાણવા અને સાચવવાની જવાબદારી આપણી છે. આ ક્વિઝ દ્વારા શાળાના બાળકોમાં વારસા વિશે જ્ઞાન કેળવવાનો પ્રયાસ છે. આ આંતરશાળા હેરિટેજ ક્વિઝ લેખિત અને મૌખિક એમ બે રાઉન્ડમાં રમાશે તેમજ ક્વિઝ ગુજરાતી તથા અંગ્રેજી ભાષામાં યોજાશે. આ સ્પર્ધામાં જિલ્લાની ૧૫થી વધુ શાળાઓમાંથી ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેવાના છે. જીનિયસ ગ્રુપ ઓફ એડયુકેશનના ડિરેક્ટરશ્રી ડી.વી. મહેતા, ઈન્ટેક રાજકોટ ચેપ્ટરના સભ્યો અને શૈક્ષણિક તજજ્ઞશ્રીઓ રિચાબેન ભગદેવ અને મુનાવરભાઈ જસદણવાલા તેમની ટીમ સાથે આ ક્વિઝનું સફળતાપૂર્વક સંચાલન કરવા માટે જહેમત ઉઠાવી રહયા છે.

Related posts

આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમ નેટવર્કનો પર્દાફાશ કરતા પોલીસે મુખ્ય સૂત્રધાર ફાલ્ગુન પટેલ સહિતના સાગરીતોની ધરપકડ કરી

Ahmedabad Samay

વેપારીઓને મોટી રાહત,આજ થી સાંજે ૦૬ વાગ્યા સુધી ખુલ્લી રખાશે દુકાનો

Ahmedabad Samay

દરિયાપુર વિસ્તારમાં લખોટાની પોળની બહાર આવેલું જર્જરિત મકાન ધરાશાયી થયું

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના સંગઠન દ્વારા અમદાવાદ ની 144મી જગન્નાથ જી ની રથયાત્રા વિશે ચર્ચા કરવામાં આવી

Ahmedabad Samay

કિરીટભાઈ પરમાર એક કોમન મેન બન્યા મેયર

Ahmedabad Samay

આ વર્ષે કાંકરિયા કાર્નિવલ નહિ યોજાય: બિજલ પટેલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો