ટ્રાફીક પોલીસ તથા એસ્ટેટ સ્ટાફ દ્વારા સંયુક્ત ડ્રાઇવ હાથધરી આ જાહેર રસ્તાઓ ઉપર થતાં બીનપરવાનગીના પાર્કીંગમાં મુકાયેલા વાહનો દૂર કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત પરીમલ આસપાસના વિસ્તારની 8 જેટલી બિલ્ડીંગોને નોટિસ આપવામાં આવી હતી.
કુલ-૧૭ વાહનોને લોક કરી ટ્રાફીક પોલીસ દ્વારા દંડ વસુલવાની કામગિરી કરવામાં આવી હતી. આ સાથે જ ૨-ફોર વ્હીલરને ટોઇંગ કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ વિસ્તારમાં આ પ્રકારેટ 150થી વધુ વાહનોને લોક મારી દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોન હદ વિસ્તારમાં ટી.પી. રસ્તા ખુલ્લા કરવા ટી.પી. રસ્તા પરના દબાણો મ્યુનિ. રીઝર્વ પ્લોટમાં થયેલ દબાણો બીનપરવાનગીના બાંધકામો દુર કરવા સંબંધિત ઝુંબેશ સતત ચાલી રહી છે.
પરીમલ અંડર બ્રીજથી સી.જી. રોડ, સ્ટેડિયમ પાંચ રસ્તાથી ગોલ્ડન ટ્રાએંગલ સુધીના જાહેર રસ્તા ઉપર અને ગોલ્ડન ટ્રાએંગલથી સરદાર પટેલ બાવલા સુધીના દબાણો દૂર કરાયા હતા. આ સિવાય નારણપુરા ચાર રસ્તા, અંકુર ચાર રસ્તા, પલ્લવ, શાસ્ત્રીનગર સહીતના પશ્ચિમ ઝોનમાં એસ્ટે ખાતા દ્વારા દબાણ દૂર કરાયા હતા.
પશ્ચિમ ઝોન પરમીટ વિભાગ દ્વારા ઇન્કમટેક્ષ બ્રીજ નીચે તથા સ્ટેડિયમ સર્કલથી પરીમલ ચાર રસ્તા ડી.એલ. ઇન્ફ્રા. પાસેથી પે-એન્ડ પાર્કીંગના ટેન્ડરની દ્વિતીય વર્ષ લા.ફી રૂ. ૧૬,૪૬,૦૦૦ અ.મ્યુ.કો.માં જમાં કરાવવામાં આવી હતી.