સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે શેરબજાર લાલ નિશાન પર કારોબાર કરી રહ્યું છે. શરૂઆતના વેપારમાં, BSE સેન્સેક્સ 300 પોઈન્ટ્સ લપસી ગયો, જ્યારે નિફ્ટી નબળો પડ્યો અને 19450 ની નીચે પહોંચી ગયો. જોકે બજારમાં નીચા સ્તરે ખરીદી જોવા મળી હતી. સાપ્તાહિક સમાપ્તિના દિવસે, સવારે 9.44 વાગ્યે, BSE સેન્સેક્સ 106.76 (0.16%) પોઈન્ટના ઘટાડા સાથે 65,676.02 પોઈન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. બીજી તરફ, નિફ્ટી 36.30 (0.19%) પોઈન્ટ ઘટીને 19,490.25 પોઈન્ટ પર ટ્રેડ થયો હતો.
અમેરિકામાં બદલાયેલા મૂડના વાતાવરણે ભારતીય શેરબજારને મુશ્કેલીમાં મૂકી દીધું છે. શેરબજારમાં આજે સતત બીજા દિવસે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. BSE સેન્સેક્સ 270.01 પોઈન્ટના ઘટાડા સાથે 65,512 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. તે જ સમયે, NSE નિફ્ટી 81.65 પોઈન્ટ ઘટીને 19,444.90 પોઈન્ટ પર પહોંચી ગયો છે. ઓનલાઈન ગેમિંગ પર 28% GST લાદવાના નિર્ણયથી ડેલ્ટા કોર્પ, નઝારા ટેક સહિતની મોટાભાગની ગેમિંગ કંપનીઓના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટીમાં સમાવિષ્ટ 50 શેરોમાંથી 32 શેર ઘટ્યા અને 18માં તેજી જોવા મળી રહી છે.
આ કંપનીઓના શેરમાં વેચવાલી
સેન્સેક્સના શેરોમાં ટાઈટન, બજાજ ફિનસર્વ, અલ્ટ્રાટેક સિમેન્ટ, હિન્દુસ્તાન યુનિલિવર, ટાટા સ્ટીલ અને જેએસડબલ્યુ સ્ટીલ નુકશાનમાં હતા. તો બીજી તરફ સન ફાર્મા, એનટીપીસી, એચડીએફસી બેન્ક અને એલએન્ડટીના શેરો નફામાં હતા. એશિયાના અન્ય બજારોમાં સાઉથ કોરિયાનો કોસ્પી, જાપાનનો નિક્કી, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ અને હોંગકોંગનો હેંગસેંગ નુકસાનમાં હતા. બુધવારે અમેરિકી બજારો નકારાત્મક વલણ સાથે બંધ થયા હતા. વૈશ્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.11 ટકા વધીને $83.29 પ્રતિ બેરલના ભાવે હતું. સ્ટોક એક્સચેન્જના ડેટા અનુસાર બુધવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ શુદ્ધ રીતે 1,877.84 કરોડ રૂપિયાના શેરનું વેચાણ કર્યું હતું.
વૈશ્વિક બજારના નબળા વલણો અને સતત વિદેશી ભંડોળના પ્રવાહ વચ્ચે બુધવારે ભારતીય શેરબજાર ઘટ્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટીમાં એક ટકાથી વધુનો ઘટાડો થયો. એક તબક્કે સેન્સેક્સ 1000 પોઈન્ટ નીચે ગયો હતો. હવે સેન્સેક્સ 676 પોઈન્ટ ઘટીને 65,782 પર અને નિફ્ટી 207 પોઈન્ટ ઘટીને 19,526 પોઈન્ટ પર હતો.