ઈસનપુરમાં યુવતીની છેડતી વિધર્મી યુવક દ્વારા કરવામાં આવતા યુવક પર ટોળું ટૂટી પડ્યો હતો. એકતરફી પ્રેમમાં યુવકે માથાકૂટ કરીને યુવતીનો ફોન છીનવી લીધો હતો. ત્યારબાદ લોકો એકઠા થયા હતા તેને સબક શિખવવા માર મારવાનો પ્રયત્ન કર્યો હતો જો કે, પોલીસને જાણ થતા કોઈ શાંતિ ન ડહોળાય અને કાનૂની કાર્યવાહી થાય તે માટે ટોળાને વિખેરી, ટોળાથી બચાવીને યુવકને પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો.
છેડતી કરતા સમગ્ર મામલો ગરમાયો હતો જો કે, આ તનાવપૂર્ણ માહોલમાં પોલીસ તત્કાલ ત્યાં પહોંચી હતી. પોલીસ ત્યાં પહોંચી ત્યાં સુધી સ્થિતિ તણાવપૂર્વક બની હતી. જો કે, પોલીસે ટોળાથી વિધર્મી યુવકને બચાવ્યો હતો અને આ મામલે તપાસ શરુ કરી હતી.
ઈસનપુરના આવકાર હોલ પાસે આ ઘટના બની હતી. હિન્દુ યુવતીને આ યુવક પરેશાન કરતો હતો. ફરીથી તે ઈસનપુરમાં આવ્યો ત્યારે યુવતીની માતાએ બૂમાબૂમ કરીને આસપાસના લોકોને એકઠા કર્યા હતા. આસપાસના લોકોએ ભેગા થયા હતા. ટોળું બેકાબુ બનતા પહેલા પોલીસ ત્યાં આવી પહોંચી હતી.
ઈસનપુરની આ સ્થિતિને જોતા સ્થિતિ બગડે નહીં માટે પોલીસ યુવકને પોલીસ સ્ટેશન લઈ આવી હતી અને તપાસ શરુ કરી હતી. આ મામલે યુવક એક તરફી પ્રેમમાં છેલ્લા ઘણા સમયથી યુવતીને હેરાન કરતો હતો. પોલીસની પ્રાથમિકતા સુલેહ અને શાંતિ જળવાય તેવી હોય છે ત્યારે આ મામલે કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કોઈ ઘેરા પ્રત્યાઘાત તેના ન થાય માટે યુવકને ટોળાથી બચાવાયો હતો. અગાઉ કોઈ ફરીયાદ થઈ હતી કે કેમ તે અંગે પણ તપાસ કરાશે. જો કે, ઈસનપુરમાં સતત પેટ્રોલિંગ પણ ત્યાર બાદ કરવામાં આવ્યું હતું.
જો કે, આ સમગ્ર મામલે પોલીસ દ્વારા યુવકની વધુ પૂછપરછ કરીને તપાસ શરુ કરાઈ છે અને ફરીયાદના આધારે કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.