ચાણક્યપુરી બ્રિજના છેડે ટાયર કિલર બંપ હોવા છતાં આ જગ્યા પર હોમગાર્ડન જવાનને ઉભો રખાયો છે. રોંગ સાઈડ જતા રોકવાનો કિમીયો બેઅસર થતા આ સ્થિતિ જોવા મળી રહી છે.
રોંગ સાઈડમાં આવતા લોકોને રોકવા માટે હોમગાર્ડના જવાનને ઉભો રાખવામાં આવ્યો છે. જો માનવળનો જ ઉપયોગ કરવામાં આવતો હોય તો ટાયર કિલર બંપની શું જરુર છે. તે પણ એક સવાલ છે. જો કે, આ ડિઝાઈનમાં જ ખામીના કારણે રોંગ સાઈડમાં ટૂ વ્હિલર લઈને આવતા લોકો આસાનીથી આ ટાયર કિલપ બંપ પર લગાવેલા લોખંડના ખિલાઓની વચ્ચેથી પસાર થી શકે છે કેમ કે, બન્ને વચ્ચે જગ્યા વધુ છે. ગઈકાલે અનેક લોકો રોંગ સાઈડ જતા તેમના ટાયરને કોઈ નુકસાન થતું નહોતું.
ચાણક્યપુરી બ્રિજના છેડા પર ટાયર ક્લિર બંપ લગાવવામાં આવ્યા છે ત્યારે હોમગાર્ડના એક જવાનને આજે અહીં ઉભો રખાયો છો ત્યારે આ પ્રકારની વ્યવસ્થા શું કામની. જો કે,
ગઈકાલે અનેક લોકો રોંગ સાઈડમાં જઈ રહ્યા હતા પરંતુ લોકોને નુકસાન થઈ રહ્યું નહોતું. આ જગ્યા બે ખીલા વચ્ચે વધું હોવાથી લોકો બેરોકટોક જઈ રહ્યા હતા પરંતુ તેમના ટાયરને કોઈ નુકસાન ન થતા જેને આ બંપ બનાવડાવ્યો છે તે એજન્સી પણ તંત્રએ જાણ કરી હતી.
ખાસ કરીને ટૂ વ્હિલરમાં આ પ્રકારે રોંગ સાઈડ જતા વાહનોના દ્રશ્યો જોવા મળ્યા હતા. જેઓ અહીંથી રોંગ સાઈડ ગયા હતા તેમનો વીડિયો જોવામાં આવશે અને તેના આધારે તેમને મેમો પણ મોકલવામાં આવશે.