અમદાવાદ શહેરમાં રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરની કચેરી દ્વારા શિક્ષક અભિરુચિ કસોટી પરીક્ષા સંદર્ભે કેટલાક પ્રતિબંધ ફરમાવતું અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરની કચેરી દ્વારા શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) 6 જૂનના રોજ યોજાશે. પરીક્ષા અમદાવાદ શહેરમાં જુદા-જુદા પરીક્ષા કેન્દ્રો પર યોજાશે.
આ પરીક્ષા દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને પરીક્ષાર્થીઓ શાંતીપૂર્ણ રીતે યોજાય તે માટે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર કેટલાક પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
પરીક્ષા કેન્દ્રો તથા તેની ચોતરફ 100 મીટરની ત્રિજયામાં આવેલ તમામ મકાનો, જગ્યા, સ્થળ, વિસ્તાર અને ઝેરોક્ષ સેન્ટર-દુકાનો માટે પરીક્ષા કેન્દ્રો તથા તેની ચોતરફ એક કિલોમીટરની ત્રિજ્યાનો વિસ્તાર પ્રતિબંધિત વિસ્તાર ફરમાવી આ બાબતોની મનાઇ ફરમાવાઈ છે.
– પરીક્ષા કેન્દ્રોની 100 મીટરની ત્રિજ્યામાં ચાર કે તેથી વધારે વ્યક્તિઓએ ભેગા ન થવું.
– પરીક્ષા કેન્દ્રોની આસપાસ ઝેરોક્ષ સેન્ટરો ચાલુ રાખવા પર પ્રતિબંધ
– પરીક્ષા સ્થળની આજુબાજુ મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવા નહીં,
– પરીક્ષા સ્થળ પર સક્ષમ અધિકારી સિવાયના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકોએ મોબાઇલ અને અન્ય ઇલેકટ્રોનીક વિજાણુ ઉપકરણ ન લઇ જવા.
– પરીક્ષા સ્થળો પર પરીક્ષા સમય દરમ્યાન બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર.
– પરીક્ષા સ્થળો પર ગેરરીતી થાય તેવું કોઇપણ સાધન કે અનઅધિકૃત લેખન સામગ્રી લઇ જવા પર પ્રતિબંધ.
– પરીક્ષા કેન્દ્રોની આસપાસના વિસ્તારમાં જાહેર વાહન વ્યવહાર અવરોધાય તે રીતે વાહનો ઉભા રાખવા કે પાર્ક કરવા નહીં,
– પરીક્ષા સ્થળે કોઇપણ પ્રકારનું હથિયાર લઈ દાખલ થવા ઉપર પણ પ્રતિબંધ
આ હુકમ તા 6 ઓગસ્ટથી સવારે 10થી 17 કલાક સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ, ઉલ્લંઘન કરનાર ભારતના ફોજદારી અધિનિયમ સને-૧૮૬૦ના અધિનિયમની કલમ- ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.