આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપા સરકારની સેવાના સાત વર્ષ પૂર્ણ થવાના અવસર પર કર્ણાવતી મહાનગર ના દાણીલીમડા વિધાનસભામાં આવતા દાણીલીમડા વોર્ડમાં આજરોજ શ્રી નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા) ની વિશેષ ઉપસ્થિતિ માં સેવાયજ્ઞ કાર્યક્રમ યોજાયો.
સેવાયજ્ઞ કાર્યક્રમ અંતર્ગત આજરોજ કોરોના મહામારીમાં 1000 જરૂરિયાતમંદ પરિવારોને 1000 કીટોનું વિતરણ નરહરિ અમીન (સંસદસભ્ય,રાજ્યસભા) ના સહયોગ થી કરવામાં આવ્યું હતું. જેમાં 2 કિલો ઘઉં, 2 કિલો ચોખા અને ૧ કિલો તુવેરની દાળ ની કીટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ માં જીતુભાઈ વાઘેલા (પૂર્વ ધારાસભ્ય), જયંતિલાલ પરમાર (પૂર્વ સ્ટેન્ડિંગ કમિટિ-ચેરમેન-AMC), અમિત જ્યોતિકર (કન્વિનર, કર્ણાવતી મીડિયા સેલ, ભાજપ), લાલાભાઈ જાદવ (પ્રમુખ – દાણીલીમડા વોર્ડ, ભાજપ), રાજુભાઈ વોરા (પૂર્વ પ્રમુખ – દાણીલીમડા વોર્ડ, ભાજપ), વિનોદભાઈ પરમાર (મહામંત્રી – દાણીલીમડા વોર્ડ, ભાજપ), પ્રવિણભાઈ મારૂ (મહામંત્રી-દાણીલીમડા વોર્ડ, ભાજપ), ઉપસ્થિત રહ્યા હતા.