August 7, 2026
ગુજરાત

ફૂટપાથ પર ધંધો કરવાનો કોઇને અધિકાર નથી : રાજેન્દ્ર ત્રિવેદી

શહેરમાં ઇંડા અને નોનવેજની લારીઓના જાહેરમાં ઉભા રહેવા પર પ્રતિબંધ લાગ્યા બાદ હવે ગુજરાતના કોર્પોરેશનમાં જાણે ફેશન ચાલી રહી હોય તેમ એક પછી એક પાલિકાઓ અને કોર્પોરેશન દ્વારા પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે.

આ અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષની સુચના બાદ રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું મોટુ નિવેદન સામે આવ્યું છે. રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, ફૂટપાથ પર ધંધો કરવાનો કોઇને અધિકાર નથી. ફૂટપાથ રાહદારીઓના ચાલવા માટે છે. તેના પર કોઇ પણ વ્યક્તિએ હક્ક જમાવવો ન જોઇએ. આ એક પ્રકારનું લેન્ડ ગ્રેબિંગ જ છે. જે જગ્યા પર વેજ કે નોનવેજ લારીઓ ઉભી રહે છે તે સરકાર કે સ્થાનિક તંત્ર ઇચ્છે તો હટાવી પણ શકે છે.

આ અગાઉ કચ્છના એક કાર્યક્રમ દરમિયાન મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, રાજ્યમાં રસ્તા પર ઇંડા અને નોનવેજની લારીઓ લેન્ડગ્રેબિંગ સમાન જ છે.

વડોદરા અને રાજકોટ પાલિકાઓ દ્વારા જે પગલા લેવામાં આવ્યા તે તેની પ્રશંસા પણ કરી હતી. રાજેન્દ્ર ત્રિવેદીને આ અંગે પુછાતા તેમણે કહ્યું કે, હું મારા મંતવ્ય પર અડગ છું. આ પ્રકારનાં દબાણ હટાવવા જ જોઇએ. નોનવેજ અને વેજની લારીથી થતા ધુમાડાથી લોકોને નુકસાન થાય છે. તેને હટાવવી જ જોઇએ.

રાજકોટ કોર્પોરેશનના નિર્ણય બાદ તબક્કાવાર રીતે અલગ અલગ કોર્પોરેશન દ્વારા આ પ્રકારની કાર્યવાહી ચલાવાઇ રહી છે. રાજકોટ બાદ વડોદરા કોર્પોરેશન દ્વારા પણ આ પ્રકારની કાર્યવાહી ચાલી રહી છે. હાલ તો આ નિર્ણય અંગે કેટલાક વિવાદો પણ થઇ રહ્યા છે. જો કે હાલ તો સમગ્ર મુદ્દે સરકાર મક્કમ હોય તેવું લાગી રહ્યું છે. હવે જોવું રહ્યું કે આ નિર્ણય જંગલની આગની જેમ  એક પછી એક પાલિકાઓમાં ફેલાઇ રહી છે. મંત્રીઓ સહિત સમગ્ર સરકાર પણ આ નિર્ણયનું સમર્થન કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

Related posts

નરોડા પાટિયાથી ગેલેક્સી ચાર રસ્તાનો સળંગ 2.5 કિલોમીટરનો ઓવરબ્રિજ બનવાની કામગીરી શરૂ,૨૦૨૫ સુધી તૈયાર થશે બ્રિજ

Ahmedabad Samay

જન જાગૃતિ ફાઉન્ડેશન દ્વારા બનાસકાંઠામાં વિવિધ પદ પર પદાધિકારીઓ નિયુક્ત કરાયા

Ahmedabad Samay

અમદાવાદમાં પાર્ક કરેલી કાર પાછળથી ઉભી ભૂવામાં ગરકાવ, ગઈકાલે પડેલા વરસાદ બાદની ઘટના

Ahmedabad Samay

ગુજરાતની પ્રજા ચેતી જજો, મહારાષ્ટ્રમાં આજથી સોમવાર સવાર સુધી લોકડાઉન

Ahmedabad Samay

ધો. ૧૦ અને ૧૨ બોર્ડ પરીક્ષાની શિક્ષણ વિભાગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી.

Ahmedabad Samay

શ્રી તરુણ બારોટે આનંદ અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ૨૦૦ અનાજની કીટનું વિતરણ કર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો