તથ્ય પટેલ અકસ્માત કેસ મામલે આજે તથ્ય તેમજ પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર સુનાવણી કોર્ટમાં હાથ ધરાશે. તથ્યની રેગ્યુલર જામીનની અરજી કરવામાં આવી છે. જો કે, એ પહેલા જ મૃતકના પરીવારજનોએ વાંધા અરજી કરી છે. અત્યારે ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ મામલે તથ્ય પટેલ જેલમાં બંધ છે. ત્યારે કોર્ટમાં આ મામલે આજે જામીન અરજી પર સુનાવણી થશે.
ઈસ્કોન અકસ્માત બ્રિજ કેસ મામલે એક સાથે 9 લોકોના જીવ તથ્ય પટેલની કારની અડફેટે આવતા થયા છે. કમકમાવતી આ ઘટના વિશે આજે પણ લોકો યાદ કરે છે તો કરુણ દ્રશ્યો સામે આવી જાય છે ત્યારે તથ્ય પટેલ અને તેના પિતા અત્યારે જેલમાં બંધ છે.
આજે તથ્યની રેગ્યુલર જામીન અરજી પર તો પિતા પ્રજ્ઞેશ પટેલની વચગાળાની જામીન અરજી પર સુનાવણી થશે. અગાઉ 19 ઓગસ્ટના રોજ મૃતકના પરીવાજનોએ વાંધા અરજી દાખલ કરી છે. જેમાં પ્રજ્ઞેશ પટેલ ત્યાં ઘટના સ્થળે લોકો સાથે ઝગડ્યા હતા અને લોકોને ધમકાવી પૂત્રને ત્યાંથી લઈ ગયા હતા. તેમને ત્યાં પડી રહેલા ઘાયલ લોકોને હોસ્પિટલ લઈ જવાની બદલે પૂત્રને ત્યાંથી ગઈ ગયા હતા જેથી તેમને કોઈ વધુ ઘવાયેલા લોકો પ્રત્યે કોઈ માનવતા બતાવી નહોતી.
જો કે, આજે પ્રજ્ઞેશ પટેલના વચગાળાના જામીનને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે અગાઉ પણ જામીન અરજી કરાઈ હતી.