આધારકાર્ડમાં નામ બદલવા કે સુધારવા હવે ફરજીયાત ગેજેટ નોટિફિકેશન આપવું પડશે, ધરખમ ફેરફાર યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) અનુસાર, આધાર કાર્ડમાં નામ બદલવા કે સુધારવાની પ્રક્રિયામાં આધાર ધારકને ફરજિયાત ગેજેટ નોટિફિકેશનની જરૂર પડશે.
ઉપરાંત આધાર ધારકે પોતાનું આખું નામ સાથેના અન્ય આઇડી પ્રુફ પણ સબમિટ કરવા પડશે, જેમાં તે પાન કાર્ડ, વોટર આઇડી, ડ્રાઇવિંગ લાઇસન્સ, સર્વિસ આઇડી કાર્ડ અને પાસપોર્ટનો ઉપયોગ કરી શકે છે, છેતરપિંડીના મામલા અટકાવવા માટે નવો નિયમ લાગુ કરાયો.