July 23, 2024
ગુજરાત

શ્રી મૂરજીભાઇ પટેલ પ્રસ્તુત કરે છે ‘છોગાળા રે નવરાત્રી ઉત્સવ’, મુંબઈમાં પહેલી વાર કચ્છની કોયલ, ‘ગીતા રબારી’ મચાવશે ગરબાની ધૂમ

ગુજરાતીઓ માટે નવલી નવરાત્રી એટલે કે માતાજીનું પર્વ અને તેની સાથે જ ગરબા ની રમઝટ. જો આ રમઝટ કચ્છી કોયલનાં સુર પર હોય તો બીજુ શું જોઈએ? વિશ્વના સૌથી મોટા નૃત્ય મહોત્સવમાં કચ્છી કોયલના ટહુકે પહેલીવાર મુંબઈ વાસીઓ ગરબે ઘૂમશે. મુંબઈના ભાજપના નેતા મૂળજીભાઈ પટેલ પહેલી વખત અંધેરી વિસ્તારમાં મોટાપાયે નવરાત્રીનું આયોજન કરી રહ્યા છે. આ આયોજનમાં ગીતા રબારી પરફોર્મન્સ આપશે. 

ગત અનેક વર્ષોથી જોગેશ્વરીથી બાંદ્રા વચ્ચે રહેતા ગુજરાતીઓને સારી નવરાત્રી દરમિયાન ગરબા રમવા માટે દૂર સુધી જવું પડતું હતું. લોકોની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને આ વર્ષે ભારતીય જનતા પક્ષનાં નેતા મુરજી ભાઈ પટેલ  મુંબઈ શહેરની સૌથી મોટી નવરાત્રી અંધેરીનાં આંગણે લઈને આવ્યા છે. આ નવરાત્રી આયોજનને કારણે દક્ષિણ મધ્ય મુંબઈના વિસ્તારમાં લોકોને એક પ્રોફેશનલ તેમજ પરંપરાગત નવરાત્રી નો લાભ થશે. અંધેરી પૂર્વમાં હોલી-ફેમીલી ગ્રાઉન્ડ પર  એક સાથે 10,000 થી વધુ ખેલૈયાઓ ગરબા રમી શકશે. સામાજિક હેતુથી પ્રેરાયેલો આ કાર્યક્રમ પૂરી રીતે પ્રોફેશનલી હેન્ડલ કરવામાં આવી રહ્યો છે. આ આયોજનને નામ આપવામાં આવ્યું છે, ‘છોગાળા રે નવરાત્રી ઉત્સવ 2023’

મૂરજી ભાઈ પટેલનું હિંદુઓ માટેનું વિશેષ આયોજન

મૂરજીભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના  નેતા છે.  તેઓ મુંબઈ મહાનગર પાલિકાના નગરસેવક પણ રહી ચૂક્યા છે.  લોક સેવામાં સહદેવ તત્પર રહેનાર મૂરજીભાઈએ આ નવરાત્રી માટે વિશેષ વ્યવસ્થા કરી છે. હિન્દુઓની આસ્થા નું પ્રતીક એવું ભવ્ય રામ મંદિર અંધેરી ખાતે આયોજિત થઈ રહેલી નવરાત્રીમાં આકાર લેશે. આ માટે વિશેષ તૈયારીઓ ચાલી રહી છે. પર્ફોર્મન્સ માટે બની રહેલા સ્ટેજ પર અયોધ્યા ખાતે બની રહેલા રામ મંદિરની મોટા કદની પ્રતિકૃતિ દેખાશે. એટલે કે ખેલૈયાઓ ગરબે ઘૂમતી વખતે અયોધ્યાના રામ મંદિરની ઝાંખી કરી શકશે.  આ સંદર્ભે વધુ વિગત આપતા મૂરજી ભાઈએ કહ્યું હતું કે નવરાત્રી એ માત્ર ગુજરાતીઓનો નહીં પરંતુ તમામ હિન્દુ  ભાઈ બહેનોનો તહેવાર છે.  આ કારણથી અમે નવલી નવરાત્રી ને એક એવું સ્વરૂપ આપી રહ્યા છીએ જે ગરબે ઘૂમનાર ખેલૈયાઓના હૃદયમાં અંકિત રહે. જ્યારે ગીતા રબારીના સુર રેલાતા હશે ત્યારે તેમાં અસલી ગુજરાતી દેશી ગરબાઓનો રણકો હશે  અને નજરોની સામે શ્રીરામ ભગવાનનું મંદિર હશે ત્યારે વિશેષ આનંદ આવશે. અમે આયોજન સમયે એ વાતનું પૂરેપૂરું ધ્યાન રાખ્યું છે કે આ નવરાત્રી બોલીવુડ સ્ટાઇલથી નહીં પરંતુ એક પરંપરાગત ગરબા સંસ્કૃતિનું નિરૂપણ કરે.  આ માટે અમે પૂરતી તૈયારી કરી લીધી છે. 

 ગીતા રબારીનું મુંબઈ ખાતે નું પહેલું નવરાત્રી પરફોર્મન્સ…

કચ્છી કોયલ ગીતા રબારી દેશ-વિદેશમાં અનેક ઠેકાણે નવરાત્રીના પરફોર્મન્સ આપી ચૂકી છે.  જો કે અત્યાર સુધી માયા નગરી મુંબઈ શહેરમાં તેમના નવરાત્રી  દરમિયાન સૂર રેલાયા નહોતા.  આ સંદર્ભે પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે મુંબઈ શહેરને દેશી રણકો મળી રહેશે.  આ શહેરમાં માત્ર ગુજરાતી નહીં પરંતુ અનેક ભાષાકીય લોકો રહે છે અને તે તમામ ગરબાના તાલે ઘૂમે છે.  હું પોતે અહીં પર્ફોર્મન્સ કરવા માટે એક્સાઇટેડ છું. 

ખેલૈયાઓ માટે ટોપ ક્લાસ સુવિધાઓ.. 

ગરબે ઘૂમનારાઓની સુખ સુવિધાઓનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે.  અહીં  એક સાથે 10,000 લોકો ગરબે ઘૂમી શકશે  આ ઉપરાંત વિશાળ કાર પાર્કિંગ સાથે ખાણી પીણીની વ્યવસ્થા, ખેલૈયાઓની સુરક્ષિતતા માટે સીસીટીવી તેમજ બાઉન્સર્સ,  એમબ્યુલન્સ અને પ્રાથમીક ઉપચારની ફેસેલિટી  પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.   નવરાત્ર દરમિયાન નવે-નવ દિવસ અહીં માનવંતા નેતાઓ, બોલિવુડનાં અભિનેતાઓ, અને રંગમંચના સીતારાઓની હાજરી રહેશે.  

‘છોગાળા રે નવરાત્રી ઉત્સવ 2023’ ના પ્રેરણા સ્થાન ઉપમુખ્યમંત્રી શ્રી દેવેન્દ્રભાઈ ફડણવીસજી છે.  તો પછી રાહ શેની જોઈ રહ્યા છો આજે જ નવરાત્રીનાં પાસિસ બુક માય શો પર બુક કરાવો.

Related posts

ભારે વરસાદ વરસતાં ગુજરાતના ૧૪ ડેમો હાઇએલર્ટ પર

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા  અમદાવાદના સરસપુર વિસ્તારમાં સંત કબીર કોવિડ કેર સેન્ટરનો પ્રદીપસિંહ જાડેજાએ આરંભ કર્યો

Ahmedabad Samay

GCS હોસ્પિટલ દ્વારા વર્લ્ડ હેલ્થ દિવસ નિમિત્તે જન-જાગૃતિ માટે પ્રાથમિક સારવારની તાલીમનુ આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદમાં ધોધમાર વરસેલા વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા,સાત અંદરબ્રિજ બંધ કરાયા, જાણો ક્યાં કેટલા ઇંચ વરસાદ પડ્યો

Ahmedabad Samay

અસારવા વોર્ડમાં સત્ય નારાયણ ની ચાલી મા વારંવાર ડ્રેનેજ લાઇન નું કામ શરૂ

Ahmedabad Samay

બજેટમાં શુ થયું સસ્તું અને મોંઘુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો