નમો સેના દ્વારા ગુજરાતમાં નવરાત્રી પર્વ પહેલા નિઃશુલ્ક અને સાર્વજનિક મહાલક્ષ્મી માતાનું પૂજન યજ્ઞનું ભવ્ય આયોજન કરાયું
ઉત્તરાખંડના પૂજ્ય ગુરુદેવ શ્રી વિકાસ તારામણીજીના સાનિધ્યમાં તા 14 ઓક્ટોબર ના રોજ સાંજે 5 કલાકે થી અમદાવાદ ખાતે 500 થી વધારે હિન્દુઓ કરશે શ્રી મહાલક્ષ્મી પૂજન યજ્ઞ
મળતી માહિતી મુજબ આયોજક નમો સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગૌરવસિંહ ચૌહાણ તથા નમો સેનાના સંસ્થાપક શ્રી સંજયભાઈ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આપણા સનાતન ધર્મમાં દિવાળી પર્વની ખરેખર તો નવરાત્રીના પાવન પર્વે જ શરુઆત થઈ જાય છે ત્યારે આપણે આપણી પ્રાચીન સંસ્કૃતિ સભ્યતા સંસ્કારને ફરીથી એક પૌરાણિક ઓળખ તરીકે પ્રસ્થાપિત કરવા નવરાત્રીના પાવન પર્વના પ્રથમ દિવસે જ શ્રી મહાલક્ષ્મી માતાનું પૂજન યજ્ઞથી એક સારી શરૂઆત કરીએ એવા ઉદ્દેશથી તા 14 ઓક્ટોબર 2023 શનિવારના રોજ સાંજે 5 કલાકે થી રાત્રે 12 વાગ્યા સુધી શ્રી મહાલક્ષ્મી પૂજન યજ્ઞનુ નિઃશુલ્ક અને સાર્વજનિક રીતે સૌ સનાતની હિંદુ ધર્મના પરિવારજનો આ યજ્ઞનો લાભ લઇ શકે એવું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે,
આ યજ્ઞમાં ભાગ લેવા માટે નિઃશુલ્ક રૂપે યજમાન તરીકે પહેલેથી નામ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે જેથી વ્યવસ્થા જાળવવામાં સરળતા રહે આ યજ્ઞમાં દંપતી તથા સિંગલ વ્યક્તિ પણ કોઈ પણ જાતના ભેદભાવ વગર નિઃશુલ્ક રીતે શ્રી મહાલક્ષ્મી માતાનું પૂજન યજ્ઞમાં ભાગ લઈ શકે છે ભાગ લેનાર તમામે માત્ર ઘરેથી કમળ કાકડી તથા ઘી લાવવાનું રહેશે વધુ માહિતી તથા નામ રજીસ્ટ્રેશન માટે નમો સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગૌરવસિંહ ચૌહાણ 9974864488 સંસ્થાપક શ્રી સંજયભાઈ ગોસ્વામી 7016682158 તથા નમો સેના પરિવારના સભ્યોનો સંપર્ક કરવા જણાવાયું છે