January 20, 2025
તાજા સમાચારદેશરમતગમત

ભારતીય ટીમના કેટલાક એવા રેકોર્ડ વિશે જાણીએ જેને તોડવા પાકિસ્‍તાન માટે ખૂબ જ મુશ્‍કેલ છે.

વનડે વર્લ્‍ડ કપમાં ભારતીય ટીમની ટક્કર હવે પાકિસ્‍તાન સાથે થશે. ટીમ ઈન્‍ડિયા આ ટૂર્નામેન્‍ટમાં ખૂબ જ સારા લયમાં જોવા મળી રહી છે અને આજે ભારત અને પાકિસ્‍તાનની મેચ અમદાવાદના નરેન્‍દ્ર મોદી સ્‍ટેડિયમમાં રમાશે. એ વાત તો નોંધનીય છે કે ભારત-પાકિસ્‍તાન બંને દેશો નબળા રાજકીય અને રાજદ્વારી સંબંધો ધરાવે છે અને જાન્‍યુઆરી ૨૦૧૨ થી આ બંને દેશ વચ્‍ચે એક પણ દ્વિપક્ષીય સીરિઝ રમાઈ નથી.

આ બધા વચ્‍ચે જો આપણે હેડ ટુ હેડ મેચોની વાત કરીએ તો પાકિસ્‍તાને ODI અને ટેસ્‍ટ મેચોમાં ભારત સામે વધુ મેચ જીતી છે. જ્‍યારે T20 ફોર્મેટમાં ભારતનો હાથ ઉપર રહ્યો છે. ક્રિકેટના ઈતિહાસમાં બંને ટીમના ખેલાડીઓએ ઘણા રેકોર્ડ બનાવ્‍યા છે. એવામાં આજે આપણે ભારતીય ટીમના કેટલાક એવા રેકોર્ડ વિશે જાણીએ જેને તોડવા પાકિસ્‍તાન માટે ખૂબ જ મુશ્‍કેલ છે.

પાકિસ્‍તાન સામે વર્લ્‍ડકપમાં ભારતીય ટીમનો દબદબો રહ્યો છે. હાલમાં T૨૦ અને ODI વર્લ્‍ડ કપમાં ભારતનો પાકિસ્‍તાન સામે ૧૩-૧ નો રેકોર્ડ છે. પાકિસ્‍તાને ભલે ૨૦૨૧ T૨૦ વર્લ્‍ડ કપમાં ૧૦ વિકેટથી જીત મેળવીને ભારતની સતત ૧૨ જીતનો સિલસિલો તોડી નાખ્‍યો હોય પરંતુ આ માટે તેને ૨૯ વર્ષનો લાંબો સમય રાહ જોવી પડી. પાકિસ્‍તાન હજુ સુધી વનડે વર્લ્‍ડ કપમાં ભારતને હરાવી શકયું નથી.

ICC નોકઆઉટ મેચોની વાત કરવામાં આવે તો ભારત સૌથી સફળ ટીમોમાંની એક છે. ૨૦૧૧ વર્લ્‍ડ કપથી ભારત દરેક ICC ODI ઇવેન્‍ટના નોકઆઉટ સ્‍ટેજ સુધી પહોંચ્‍યું છે. જો જોવામાં આવે તો ભારતીય ટીમે અત્‍યાર સુધીમાં ICC ODI ફોર્મેટમાં ૨૬ નોકઆઉટ મેચ રમી છે, જે પાકિસ્‍તાન કરતા વધુ છે.

ભારતે અત્‍યાર સુધીમાં પોતાની ધરતી પર ૧૧૪ ટેસ્‍ટ મેચ જીતી છે, જે કોઈપણ એશિયન ટીમ માટે સૌથી વધુ છે. પાકિસ્‍તાનની ટીમની વાત કરીએ તો તેણે ઘરઆંગણે ૬૦ ટેસ્‍ટ જીતી છે. ટીમ ઈન્‍ડિયાએ ૨૦૧૨-૧૩ની સિઝનમાં ઈંગ્‍લેન્‍ડ સામે ૧-૨થી હાર્યા બાદ ઘરઆંગણે કોઈ ટેસ્‍ટ સીરિઝ ગુમાવી નથી.

ટીમ ઈન્‍ડિયા એવી ટીમ છે જેણે T૨૦ ઈન્‍ટરનેશનલમાં સૌથી વધુ વખત ૨૦૦ કે તેથી વધુ રન બનાવ્‍યા છે. ભારતે ૨૭ વખત ૨૦૦નો આંકડો પાર કર્યો છે, જ્‍યારે પાકિસ્‍તાની ટીમ માત્ર ૧૧ વખત જ આવું કરી શકી છે. પાકિસ્‍તાન માટે ભારતના આંકડાની નજીક આવવું લગભગ અશકય છે. ઓસ્‍ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ન્‍યુઝીલેન્‍ડ અને ઈંગ્‍લેન્‍ડ પણ આ મામલે પાકિસ્‍તાન કરતા આગળ છે.

ટીમ ઈન્‍ડિયા એકમાત્ર એશિયન ટીમ છે જેણે ઓસ્‍ટ્રેલિયાને તેની જ ધરતી પર ટેસ્‍ટ સીરિઝમાં હરાવ્‍યું. ભારતે આ સિદ્ધિ સતત બે વખત કરી છે. સૌથી પહેલા ભારતે ૨૦૧૮-૧૯માં વિરાટ કોહલીની કપ્તાનીમાં સીરિઝ પર કબજો કર્યો હતો. ત્‍યારબાદ વિરાટ કોહલીની ગેરહાજરીમાં, અજિંકય રહાણે એ ૨૦૨૦-૨૧માં ટેસ્‍ટ સીરિઝ ૨-૧ના માર્જિનથી જીતી હતી. પાકિસ્‍તાનની વાત કરીએ તો તે ઓસ્‍ટ્રેલિયામાં એક પણ ટેસ્‍ટ સીરિઝ જીતી શકયું નથી.

 

ભારત-પાકિસ્‍તાન હેડ ટુ હેડ

ટેસ્‍ટ મેચઃ ૫૯, પાકિસ્‍તાન ૧૨, ભારત ૯, ડ્રો- ૩૮

ODI આંતરરાષ્‍ટ્રીય : ૧૩૪, પાકિસ્‍તાન ૭૩, ભારત ૫૬, અનિર્ણિત- ૫

Related posts

હવે ભારતના જમ્મુ કાશ્મીરમાં જરૂર છે હિન્દૂ આંતકી સંગઠની: ધર્મ રક્ષક

Ahmedabad Samay

IND Vs AFG: ટીમ ઈન્ડિયામાં યુવા ખેલાડીઓની એન્ટ્રી, વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પહેલા BCCI નો મોટો નિર્ણય

Ahmedabad Samay

અર્નબ ગોસ્વામી વિરૂધ્ધ કાર્યવાહી આપાતકાલની યાદ અપાવે છે : ગૃહમંત્રી અમિતશાહ

Ahmedabad Samay

મણિપુર સરકારે મીરાબાઈ ચાનુને મણિપુર માં એડિશનલ એસ.પી બનાવી.

Ahmedabad Samay

IPL: ધોનીએ આગામી સિઝન માટે પહેલેથી જ કરી લીધી છે તૈયારી, CSK તરફથી બહાર આવ્યું મોટું અપડેટ

Ahmedabad Samay

અમદાવાદ-મુંબઇ હાઇ સ્‍પીડ ટ્રેન પ્રોજેકટનું પહેલુ સ્‍ટેશન સાબરમતી ખાતે લગભગ તૈયાર થઇ ગયુ છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો