દારૂની હેરાફેરી કરતી ચાર મહિલાઓની ધરપકડ
કૃષ્ણનગર પોલીસે મહારાષ્ટ્રથી ટ્રેન મારફત અમદાવાદમાં દારૂના પ્રવેશના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ચાર મહિલાઓને ૨૧૪ ટીન બિયર સાથે ઝડપી લીધા છે. મહિલાઓની પૂછપરછ કરવામાં આવી રહી છે દારૂ ક્યાંથી લાવ્યા અને કેટલા સમયથી હેરાફેરી કરે છે.
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઇ એ.જે. ચૌહાણને બાતમી મળી હતી કે મહિલાઓ નવા નરોડા વિસ્તારમાં વિદેશી દારૂની ગેરકાયદેસર રીતે લાવી રહી છે. જેના આધારે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ચારેય શંકાસ્પદ શખ્સને કબજે કરી હતી.
પોલીસે યુવતીઓની થેલીઓની તપાસ કરી તો તેમાં ૨૧૪ નંગ બીયરની ટીન મળી આવી હતી. પુછપરછમાં જાણવા મળ્યું છે કે યુવતીઓ બુટલેગર તેજસ તમચેને બિયર પહોંચાડવા માટે આવી હતી.
કૃષ્ણનગર પોલીસે જણાવ્યું કે આ ચાર યુવતીઓ શોર્ટકટથી પૈસા કમાવવા માંગતી હતી. જેના કારણે છેલ્લા ઘણા મહિનાઓથી તે મહારાષ્ટ્રથી ટ્રેનમાં બેસીને ગુજરાતમાં દારૂનો જથ્થો લાવતી હતી. કોઈ શંકા ન થાય તે માટે ચારેય છોકરીઓ ટ્રેનમાં અલગથી બેસતી અને એકબીજા સાથે જરા પણ વાત નહોતી કરતી.
અમદાવાદ આવ્યા પછી, યુવતીઓ જુદી જુદી રીતે એક જ ઓટોમાં બેસતી હતી. આ પછી તે બાદ ચારે મહિલાઓ બુટલેગરને બિયર પહોંચાડવા માટે એક જ સ્થાને હોંચતા હતા. પોલીસે ચારેય સામે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી શરૂ કરી છે.
અમદાવાદમાં આવેલ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પી.આઇ. એ.જે.ચૌહાણ એ બુટલેગરો સામે લાલઆંખ કરી હોય તેવું લાગી રહ્યું છે. ક્રુષ્ણનગર પોલીસે પી.આઇ. એ.જે.ચૌહાણના નેતૃત્વ હેઠળ એક પછી એક દારૂની હેરાફેરી કરતી ટોળકીને પકડી પાડી છે અગાઉ ક્રુષ્ણનગર પોલીસ દ્વારા તેલના ડબ્બામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ઝડપી પાડી હતી અને આજ રોજ મહારાષ્ટ્ર થી હેરાફેરી કરતા મહિલાઓની ધરપકડ કરી છે. ક્રુષ્ણનગર વિસ્તારમાં બુટલેગરોના મનમાં પી.આઇ. એ.જે.ચૌહાણ નો ખૌફ ઉભો થવા લાગ્યો છે.