November 17, 2025
Other

રાજસ્થાન યુવા મંચ દ્વારા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સ્વ. શ્રી સુખદેવસિંહ ગોગામેડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

આજે રાજસ્થાન યુવા મંચ દ્વારા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સ્વ. શ્રી સુખદેવસિંહ ગોગામેડી અને તેમની સાથેના નિર્દોષ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉપરાંત, તેમના ઘાયલ સુરક્ષા કર્મચારીઓના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરવામાં આવી હતી. જેમાં સમાજના તમામ ક્ષેત્રના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પી હતી અને તેમના આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.

આ કાયરતાપૂર્ણ બનાવ અંગે જાહેર નિંદા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને સરકાર આ જઘન્ય ગુનાના કાયર ગુનેગારોને વહેલી તકે કડકમાં કડક સજા આપે તેવી માંગ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.


સાથે જ ઉપસ્થિત આગેવાનોએ સુખદેવસિંહ અમર રહેના નારાથી આકાશ ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે સામાજિક આગેવાનો ભવાનીસિંહ શેખાવત, મહિપાલસિંહ ચૌહાણ, અનિલસિંહ સિસોદિયા, અતુલ મિશ્રા, ધર્મેન્દ્ર અરોરા, તેજસિંહ કુમ્પાવત, મહાવીરસિંહ જાદૌન, ઈન્દરસિંહ ભાટી, રાકેશસિંહ તોમર, હર્ષ પંડ્યા, અર્જુનસિંહ પંથેડી, સંજયસિંહ રાજપૂત વગેરે ઉપસ્થિત રહ્યા હતા. , જીતેન્દ્રસિંહ ઠાકુર, અજય માલી, શિવનારાયણ ગર્ગ, પ્રવીણ ગેહલોત, દિપક સાંખલા, અશોક વ્યાસ સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ગુજરાતના ખેડા જિલ્લામાં શિવ યાત્રા પર વિધર્મીઓ દ્વારા પથ્‍થરમારો કરવામાં આવ્‍યો

Ahmedabad Samay

સાધ્વીજી મહારાજ ઉપવાસ પર ઉતરવું પડે એવું કામ કોણે કર્યું: હાર્દિક હૂંડિયા

Ahmedabad Samay

દેશમાં દિવાળી જેવો માહોલ,સમારંભ પહેલા જ દેશમાં ૧ લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થઈ ગયો

Ahmedabad Samay

રોજ રાતે સૂતા પહેલા ૨ થી ૩ લવિંગ મોઢામાં ચાવવાથી થાય છે અનેક ફાયદા

Ahmedabad Samay

“સેવ અર્થ” NGO દ્વારા અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં ૧૫૦૦ જેટલા જુદા જુદા વૃક્ષોનો મેગા પ્લાન્ટેશન કરવામાં આવ્યું

Ahmedabad Samay

નાણામંત્રી નિર્મલા સિતારમન સાંજે ૦૪ વાગે પેકેજ જાહેર કરશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો