September 21, 2026
ગુજરાત

નમો સેના સંગઠનના સંસ્થાપક સંજયભાઈ ગોસ્વામી દ્વારા જાહેર જનતાને સાથે મળીને આ લાઈવ ડિબેટનુ આયોજન કરવામાં આવશે

 નમો સેના સંગઠનના સંસ્થાપક સંજયભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે તાજેતરમાં જ શાપર વેરાવળ ગ્રામ પંચાયતને લોકસભાની ચૂંટણી પૂર્વે જ સંયુક્ત તાલુકો બનાવવા માટે અમોએ પાંચ વર્ષ પહેલાં સાંસદ મોહનભાઇ કુંડારીયા આપેલા પોકળ વચન તથા ગત વખતે રાજકોટ ગ્રામ્યના ત્રીજી વખત ચુંટાયેલા ગુજરાત પ્રદેશમાં મંત્રી મંડળમા સ્થાન પામેલા ભાનુબેન બાબરીયાએ સતતં બીજી વખત આપેલા વચન તથા શાપરના પનોતા પુત્ર જાણીતા ઉધોગપતિ પટેલ અગ્રણી શ્રી રમેશભાઈ ટિલાળા સાહેબ પણ પ્રથમ વખત તથા બન્ને સરપંચોએ આપેલા વચનોની યાદી કરાવવા જાણ કરી હોય છે

સંદર્ભે આગળ વધવા માટે ટુંક સમયમાં જ આગામી દિવસોમાં શાપર વેરાવળમાં જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે લાઈવ ડિબેટનુ આયોજન કરાશે જેમાં ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ તથા રાષ્ટ્રીય નેતાઓ તથા વિપક્ષના નેતાઓ તેમજ પત્રકારો વિવિધ સમાજના આગેવાનો નાના મોટા વ્યાપારીઓ, ઉધોગપતિઓ, શાકભાજી તથા પાથરણા કે લારી ગલ્લા વાળા ધંધાર્થીઓ તથા સરકારી અધિકારીઓ અને જાહેર જનતાને સાથે મળીને આ લાઈવ ડિબેટનુ આયોજન કરવામાં આવશે જેમાં જાહેર જનતાને પ્રશ્ર્નોના નિરાકરણ માટે સૌએ ફરીથી સાથે મળીને એક થઈ જુથવાદ જાતિવાદ પરિવારવાદ ને તિલાંજલિ આપી શાપર વેરાવળને સંયુક્ત તાલુકો બનાવવા આગળ વધવા લાગતાં વળગતા અધિકારીઓ તથા નેતાઓને અપિલ કરાશે ત્યારે જોવાનું એ રહે છે કે શું આ લાઈવ ડિબેટમાં નેતાઓએ આપેલા પોકળ વચનોનો જવાબ જનતાને આપી શકશે ખરા? કે ફરી વચનો માત્ર કાગળ પર જ રહી જશે

આપણા આ લોક લાડીલા નેતાશ્રીઓ ફોટાઓમાં કે કોઈ ઉદ્ઘાટન પ્રસંગે જ જોવા મળશે અને નીચેના મુદ્દાઓ પર  લાઈવ ડિબેટ પર ચર્ચા કરવામાં આવશે.

પ્રથમ પ્રશ્ર્ન શાપર વેરાવળ સંયુક્ત તાલુકો અને નગરપાલિકા ક્યારે અપાવશે સ્થાનિક તથા પ્રદેશના નેતાઓ ?

શાપર વેરાવળમાં બસ‌ સ્ટેશન તથા સર્વિસ રોડ તથા જાહેર માર્ગો પર જોવા મળતી ગંદકી અને કચરાનો નિકાલ દરરોજ થશે ખરો ?

શાપર વેરાવળ ગામ પંચાયતથી નેશનલ હાઇવે શાપર પાટિયા સુધી તથા સોસાયટીઓમાં સ્ટ્રીટ લાઈટોનું અધુરુ કાર્ય પુર્ણ થશે ખરુ ?

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શાપર વેરાવળમા ગરીબ જનતા માટે આવાસો બનશે ખરા ?

પ્રાઇવેટ મોટા મોટા શોપિંગ મોલ્સ તો ઉભા થઇ રહ્યા છે ત્યારે નાના મોટા વ્યાપારીઓ લારી ગલ્લા વાળા ધંધાર્થીઓ કે ગરીબો માટે સરકારી દુકાનો તથા આધુનિક સુવિધાઓ વાળી શાક માર્કેટ તથા માર્કેટ યાર્ડ બનાવાશે ખરા ?

રોજ બરોજની ટ્રાફિક સમસ્યાના હલ માટે શાપર વેરાવળ અલગ ટ્રાન્સપોર્ટ નગર બનાવવામાં આવશે ખરુ?

શાપર વેરાવળ વિસ્તારમાં લગભગ અંદાજીત 1 લાખથી વધારે વસવાટ કરતી જાહેર જનતા માટે સુવિધાઓ જનક બસ સ્ટેન્ડ પોસ્ટ ઓફિસ તથા હરવા ફરવા કે યોગ માટે બાગ બગીચા કે ઉધાન કે walking path બનાવાશે ખરા?

Related posts

વંદે માતરમ ગાનના ૧૫૦ વર્ષ પૂર્ણ થવા અવસરે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની અધ્‍યક્ષતામાં વિધાનસભા પરિસરમાં વંદે માતરમ ગાનનું અને સ્‍વદેશી અપનાવવાના સંકલ્‍પનું સામૂહિક પઠન કર્યું

Ahmedabad Samay

સાસુએ જ એક યુવક સાથે મળીને પોતાની સગીર વયની પુત્રવધૂ પર દુષ્‍કર્મ કરાવ્‍યું

Ahmedabad Samay

લુંટ રકમનો ભાગ પાડતા આરોપીને નરોડા પોલીસે ઝડપી લીધા

Ahmedabad Samay

એપ્રિલથી શ્રમ કાયદામાં થઇ શકે છે મોટા ફેરફાર

Ahmedabad Samay

આસારામને રાજસ્થાન હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે આસારામને તબીબી કારણોસર છ મહિનાના વચગાળાના જામીન મંજૂર કર્યા

Ahmedabad Samay

અક્ષય તૃતીયાંશ નિમિતે શહેર મુજબ ખરીદીનો શ્રેષ્ઠ સમય

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો