November 17, 2025
ગુજરાત

દાઉદ ઈબ્રાહિમને ઝેર આપવાની અટકળો સાથે જોડાયેલા સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા

મુંબઈ હુમલાના ગુનેગાર અને વોન્‍ટેડ આતંકવાદી દાઉદ ઈબ્રાહિમને પાકિસ્‍તાનમાં ઝેર આપવામાં આવ્‍યું હોવાની અફવા છે. સમાચાર અનુસાર, તેમને પાકિસ્‍તાનના મોટા શહેરોમાંથી એક કરાચીની હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા છે. જોકે આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. તેમજ ઝેર કોણે આપ્‍યું તેની પણ કોઈ માહિતી મળી નથી.સમગ્ર પાકિસ્‍તાનમાં ઇન્‍ટરનેટ ખોરવાઈ ગયું છે.

સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પણ ડાઉન છે. યુઝર્સ પરેશાન જોવા મળી રહ્યા છે. સરકાર સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે રવિવારે રાત્રે પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્‍તાન તહરીક-એ-ઈન્‍સાફ (PTI)ના અધ્‍યક્ષ ઈમરાન ખાનની વર્ચ્‍યુઅલ રેલી હતી. વાતાવરણ બગડે નહીં તે માટે રેલી પહેલા ઈન્‍ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. કેટલાક લોકો તેને દાઉદ ઈબ્રાહિમ સાથે પણ જોડી રહ્યા છે.

દાઉદને કડક સુરક્ષા હેઠળ હોસ્‍પિટલમાં રાખવામાં આવ્‍યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હોસ્‍પિટલના તે ફ્‌લોર પર તેની સારવાર ચાલી રહી છે. હોસ્‍પિટલના વરિષ્ઠ અધિકારીઓ અને પરિવારના સભ્‍યોને જ અહીં આવવાની મંજૂરી છે. હાલ મુંબઈ પોલીસ અંડરવર્લ્‍ડ ડોનના હોસ્‍પિટલમાં દાખલ થવા અંગે માહિતી એકઠી કરવાનો -યાસ કરી રહી છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, નેશનલ ઈન્‍વેસ્‍ટિગેશન એજન્‍સી એટલે કે ફત્‍ખ્‍ને હસીના પારકરના પુત્રે દાઉદ કરાચીમાં હોવાની માહિતી આપી હતી.

વોન્‍ટેડ આતંકવાદી અને ડી-કંપનીનો લીડર ભારતમાંથી ભાગેડુ છે. તે ૧૯૯૩ના મુંબઈ બોમ્‍બ બ્‍લાસ્‍ટનો માસ્‍ટરમાઇન્‍ડ છે. મુંબઈમાં સીરીયલ ધમકીઓમાં ૨૫૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્‍યા? આ ઘટનામાં હજારો લોકો ઘાયલ પણ થયા હતા. આ ઘટના બાદ તેને ભારતનો વોન્‍ટેડ આતંકી જાહેર કરવામાં આવ્‍યો હતો.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર અંડરવર્લ્‍ડ ડોન દાઉદ ઈબ્રાહિમે પાકિસ્‍તાનમાં આશરો લીધો છે. ભારતે પણ અનેક વખત આના પુરાવા રજૂ કર્યા છે. જોકે, પાકિસ્‍તાન સતત દેશમાં પોતાની હાજરીનો ઇનકાર કરી રહ્યું છે.

દાઉદ ઈબ્રાહિમને ઝેર આપવાની અટકળો સાથે જોડાયેલા સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. કથિત ઝેર પાછળના હેતુઓ અંગેની અટકળો આંતરિક સત્તા સંઘર્ષથી લઈને ભારત વિરોધી પ્રવળત્તિઓમાં સામેલ વ્‍યક્‍તિઓ સામે કાર્યવાહી કરવા માટે પાકિસ્‍તાન પર બાહ્ય દબાણ સુધીની શ્રેણી છે. અગાઉ પાકિસ્‍તાનમાં લશ્‍કર-એ-તૈયબાના કમાન્‍ડર અદનાન અહેમદ ઉર્ફે અબુ હંજાલા સહિત અનેક વોન્‍ટેડ આતંકવાદીઓ માર્યા ગયા છે.

તે દરમિયાન સમગ્ર પાકિસ્‍તાનમાં ઇન્‍ટરનેટ ખોરવાઈ ગયું છે. સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પણ ડાઉન છે. યુઝર્સ પરેશાન જોવા મળી રહ્યા છે. સરકાર સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે રવિવારે રાત્રે પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્‍તાન તહરીક-એ-ઈન્‍સાફ (PTI)ના અધ્‍યક્ષ ઈમરાન ખાનની વર્ચ્‍યુઅલ રેલી હતી. વાતાવરણ બગડે નહીં તે માટે રેલી પહેલા ઈન્‍ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. કેટલાક લોકો તેને દાઉદ ઈબ્રાહિમ સાથે પણ જોડી રહ્યા છે.

રવિવારથી સોશિયલ મીડિયા પર દાઉદ વિશે તમામ પ્રકારની અફવાઓ ચાલી રહી હતી. મામલો સંવેદનશીલ હોવાને કારણે ઇન્‍ટરનેટ બંધ કરી દેવામાં આવ્‍યું છે. જોકે, આ વાતની પુષ્ટિ થઈ શકી નથી. હાલમાં સમગ્ર પાકિસ્‍તાનમાં યુઝર્સને સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મનો ઉપયોગ કરવામાં સમસ્‍યાનો સામનો કરવો પડી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ઈમરાન ખાનની વર્ચ્‍યુઅલ રેલી રવિવારે રાત્રે ૯ વાગ્‍યે શરૂ થવાની હતી, પરંતુ ઈન્‍ટરનેટ સ્‍લોડાઉનને કારણે રેલીને સ્‍ટ્રીમ કરવામાં ઘણી મુશ્‍કેલી પડી હતી.

Related posts

IPL નું ટાઇમટેબલ થયું જાહેર, ફાઇનલ મેચ રમાશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં

Ahmedabad Samay

ઇન્ડિયા સ્માર્ટ સિટી એવોર્ડ કોન્ટેસ્ટ 2020 દ્વારા સ્માર્ટ સિટી અમદાવાદ ને બે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા

Ahmedabad Samay

નિરજસિંહ માનસિંહ તોમરની “બાપુ” સાથે શુભેચ્છા મુલાકાત

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના અને અમદાવાદની પ્રખ્યાત એઈમ્સ હોસ્પીટલ દ્વારા વિરમગામ શહેર માં ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું

Ahmedabad Samay

ડ્રાઈવ થ્રૂ વેક્સિનેશન, પેઈડ વેક્સીનેશન પર કોંગ્રેસના પ્રહાર,વેક્સિનના ૦૧ હજાર રૂપિયા લેવાતા ચાર્જ અયોગ્ય

Ahmedabad Samay

૨૦૨૪ તરફ ન જુઓ, ૨૦૪૭ તરફ જોઈને કામ કરો:પી.એમ મોદી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો