August 10, 2026
ગુજરાત

રાજ શેખાવતની અમદાવાદ એરપોર્ટ પરથી જ અટકાયત કરવામાં આવી

પુરસોત્તમ રૂપાલાના  નિવેદનના પગલે રાજ્‍યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે ગાંધીનગરના કમલમ ખાતે રાજપૂત સમાજે ઘેરાવો કર્યો છે. ત્‍યારે આજે કરણીસેનાના રાજ શેખાવતે આત્‍મવિલોપનની ચીમકી ઉચ્‍ચારી છે. રાજ શેખાવતની અમદાવાદ એરપોર્ટ પરથી જ અટકાયત કરવામાં આવી છે.  રાજ શેખાવતે  એક વીડિયોમાં જણાવ્‍યુ હતુ કે જો અમને જો કમલમ સુધી પહોંચવા દેવામાં નહીં આવે તો આત્‍મવિલોપન કરીશું .

અમદાવાદ એરપોર્ટ પરથી અગાઉ એવા સમાચાર આવ્‍યા હતા કે રાજ શેખાવતને નજર કેદ કરવામાં આવ્‍યા છે. પરંતુ તેઓ એરપોર્ટની બહાર આવતાની સાથે એરપોર્ટ પર ઉપસ્‍થિત પોલીસના કાફલાએ રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી છે. રાજ શેખાવતે આજે ૨ વાગ્‍યે ગાંધીનગરના કમલમ પર પોંહચવાનું આહવાન કર્યું હતુ.

આજે એટલે કે ૯ એપ્રિલે ગાંધીનગરમાં કમલમને ઘેરાવની રાજ શેખાવતે  ચીમકી આપી છે. પરશોત્તમ રૂપાલાના વિરોધમાં રાજ શેખાવતનું નિવેદન આવ્‍યુ છે. જેમાં તેમણે જણાવ્‍યુ કે ક્ષત્રિય સમાજને આજે ૨ વાગ્‍યે ગાંધીનગર કમલમમાં પહોંચવાનું આહવાન કરવામાં આવ્‍યુ છે. તેમજ રાજ શેખાવતે કેસરિયા ઝંડા અને દંડા સાથે આવવાનું જણાવ્‍યુ હતુ.

ગુજરાત કરણી સેનાના અધ્‍યક્ષ રાજ શેખાવતે આજે બપોરે કમલમનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્‍ચારી છે. જેઓની હાલમાં પોલીસે અટકાયત કરી છે. મોટી સંખ્‍યામાં ક્ષત્રિયોને કમલમ પહોંચવા રાજ શેખાવતે હુંકાર કર્યો છે. રાજ શેખાવતના જણાવ્‍યા અનુસાર ઝંડા અને દંડા સાથે ક્ષત્રિયો કમલમ પહોંચશે, ત્‍યારે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ છાવણીમાં ફેરવાઇ ગયુ છે. મહિલા પોલીસ સહિત વિવિધ એજન્‍સીઓ ખડકાઈ છે. ગાંધીનગર અને ખાસ કરીને કમલમ ખાતે સલામતી શાખા, SRP, સ્‍થાનિક પોલીસ, ટ્રાફિક પોલીસના અધિકારીઓ ખડેપગે જોવા મળી રહ્યા છે. ફાયર વિભાગની ટીમ પણ કમલમમાં સ્‍ટેન્‍ડ બાય રાખવામાં આવી છે.

Related posts

શહેરમાં કુલ ૧૮૧ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન અમલમાં મુકવામાં આવ્યા

Ahmedabad Samay

આજથી પાંચ મોટા ફેરફાર,આમ જનતાના જીવન પર કરશે અસર

Ahmedabad Samay

રસોઈગેસનું બજાર મૂલ્ય પ્રતિ સિલિન્ડર ૧૧.૫૦ રૂપિયા વધ્યું

Ahmedabad Samay

‘મોદી સામે મમતાને પીએમ પદના ઉમેદવાર બનાવવા જોઈએ’: શત્રુઘ્ન સિંહા

Ahmedabad Samay

RTE બીજા રાઉન્ડમાં એડમિશન થી વનચિત રહેલા વિદ્યાર્થીઓને પુનઃ પસંદગી કરવા તક આપવામાં આવી

Ahmedabad Samay

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નૂતન વર્ષના પ્રથમ દિવસે અમદાવાદના સુપ્રસિદ્ધ ભદ્રકાળી મંદિરમાં દર્શન -પૂજન કર્યા.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો