May 18, 2024
ગુજરાત

ડીસાના ધર્મેન્દ્ર ફોફાનીને મુંબઈમાં સ્ટાર જીવ સારથી કાનુન રત્ન એવોર્ડ મળ્યો

ડીસાના ધર્મેન્દ્ર ફોફાનીને મુંબઈમાં સ્ટાર જીવ સારથી કાનુન રત્ન એવોર્ડ મળ્યો હતો,ડીસાના વરિષ્ઠ ધારાશાસ્ત્રી ધર્મેન્દ્ર ફોફાનીને મુંબઈના વાનખેડે સ્ટેડિયમના ગરવારે ક્લબ ખાતે રામ નવમીના દિવસે અવતરણ શ્રી રામ કા સમારોહમાં હીરા બજારના મેન ઓફ ધ મિલેનિયમ ભરત શાહ, અગ્રણી બિલ્ડર ભરત કોઠારી, આ સમારોહ નાં આયોજક સ્ટાર રિપોર્ટ મેગેઝિન નાં પ્રધાન સંપાદક હાર્દિક હુંડિયાના હસ્તે સ્ટાર જીવ સારથી કાનૂન રત્ન સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

હાર્દિક હુંડિયાએ જણાવ્યું કે, ધર્મેન્દ્ર ફોફાનીએ ગુજરાતમાં 8 નોંધાયેલા કતલખાના છે, તે સિવાય નાં કાયદાકીય લડાઈ લડ્યા બાદ તમામ કતલખાનાઓ બંધ કરવાનો આદેશ લાવ્યા છે અને અંદાજિત 4000 કતલખાનાઓ અને માંસની દુકાનોને સીલ કરવામાં આવી છે. કોઈની પાસેથી એક પણ રૂપિયો લીધા વિના આ તમામ કાયદેસરની કાર્યવાહી પોતાના જ પૈસાથી કરનાર જીવદયાપ્રેમી ધર્મેન્દ્ર ફોફાણીનું સન્માન કરવાનો અમૂલ્ય અવસર મને મળ્યો છે
તેમ હાર્દિક હુડીયા એ જણાવ્યું હતું.

ધર્મેન્દ્ર ફોફાણીએ જણાવ્યું હતું કે હવે
ગુજરાત બાદ ભારતભરમાં અનધિકૃત કતલખાના બંધ કરાવવા કાયદાકીય લડાઈ લડવામાં આવશે, જેનાથી કરોડો અબોલ નિર્દોષ જીવો ની હિંસા અટકશે અને પર્યાવરણને થતું નુકસાન પણ અટકશે. અધિકૃત કસાઈ ગૃહોમાં પણ અનેક કાયદાઓ તોડીને નિર્દોષ અબોલ જીવો મારવામાં આવે છે અને તેને બંધ કરાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે.
ગુજરાતમાં હાઈકોર્ટના આદેશ છતાં જે વહીવટી અધિકારીઓ અનઅધિકૃત હત્યાઓ રોકવામાં ગંભીર નથી તેમની સામે ટૂંક સમયમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સ્ટાર રિપોર્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં બુલિયન કિંગ, પૃથ્વીરાજ કોઠારી, હીરાના વેપારી ભરત શાહ, મહેન્દ્ર ગાંધી, રોહિત શાહ, યુવા ઉદ્યોગપતિ મૌલિક શાહ, નચિકેતા બ્રહ્મભટ્ટ, મનીષ અજમેરા, પંકજ હુંડિયા, સંજય શાહ જેવી અનેક મહાન હસ્તીઓ હાજર રહી હતી. રામનવમીના દિવસે સવા કલાકમાં ભગવાન રામનું ચિત્ર બનાવનાર ચિત્રકારની આ તસવીર નિર્દોષ જીવોની સુરક્ષા માટે 5 લાખ 51 હજાર રૂપિયા ખર્ચનાર ભરત કોઠારી પરિવારને સંગીતનાં મધુર ધ્વનિ સાથે આ ચિત્ર અર્પણ કરવામાં આવ્યું હતું

3 કલાકના આ કાર્યક્રમમાં પ્લેબેક સિંગર અને મ્યુઝિક ડાયરેક્ટર રવિ જૈને ભક્તિમય ગીતોથી વાતાવરણને મંત્રમુગ્ધ કરી દીધું હતું.

Related posts

અમદાવાદ: કુબેરનગરમાં સ્કૂલમાં ઝઘડામાં ધોરણ 2 ની વિદ્યાર્થીની ઘાયલ, તૂટી ગયા બે દાંત

Ahmedabad Samay

મીની લોકડાઉનને લઇ આજે બેઠક થશે, આંશિક છૂટ મળી શકે તેવી શકયતા

Ahmedabad Samay

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાંથી ગુજરાત મુલાકાત દરમિયાન બે રેલીઓ સંબોધશે

Ahmedabad Samay

સાપ્તાહિક રાશિ ભવિષ્ય જ્યોતિષ આચાર્ય શાસ્ત્રી નિમેશભાઇ જોષી સાથે

Ahmedabad Samay

મંગળવારની આખી રાત 108 દોડતી રહી

Ahmedabad Samay

સેટેલાઇટમાં ચાલુ કારમાંથી પિસ્ટલ કાઢી લોકોને ડરાવતા સાહીલ ભરવાડ અને હરદેવની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી,

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો