February 10, 2025
અપરાધગુજરાત

અમદાવાદના માધુપુરામાં ભત્રીજાનો કાકાના આખા પરિવાર ઉપર એસિડ એટેક

માધુપુરાના મહેંદી કુવા વિસ્તારમાં કંચનબેનની ચાલી આવેલી  ચાલીમાં લક્ષ્મીબેન દંતાણી તેમના બે દીકરા અને ત્રણ દીકરી સાથે રહે છે. લક્ષ્મીબહેને કાકા સસરા મોહન દંતાણી પાસેથી 6 વર્ષ પહેલા એક મકાન ખરીદ્યું હતું. ત્યારે તેમના પુત્ર અજય અને વિજય અવારનવાર આ મકાન ખાલી કરાવવા બાબતે ઝઘડો કરતા હતા.

આજે વહેલી સવારે અજય દંતાણી અચાનક લક્ષ્મીબેનના ઘરમાં આવી ચઢ્યો હતો. પરિવારના તમામ લોકો સૂઈ રહ્યા હતા ત્યારે પાંચ વાગ્યાના અરસામાં તેણે મકાનની બારી પાસે આવીને બૂમાબૂમ કર્યું હતું. ઝઘડો કરવાના ઈરાદે આવેલ અજય સાથે એસિડનો ડબ્બો પણ લઈ આવ્યો હતો. બૂમાબૂમ કરતાની સાથે તેણે બારીમાંથી ડબ્બો ઉંચો કરીને અંદર એસિડ ફેંક્યું હતું. આ એસિડ અંદર સૂઈ રહેલા લોકો પર પડતા એસિડ એટેકમાં લક્ષ્મીબેન, તેમની 5 અને 8 વર્ષની દીકરી તથા 10 વર્ષના દીકરા દાઝ્યા હતા.

તમામના ચહેરા પર એસિડ પડતા તેઓ બરાડી ઉઠ્યા હતા. જેથી તેઓને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એસિડ એટેકમાં બંને દીકરીઓના ચહેરા સૌથી વધુ બગડ્યા છે. સમગ્ર ઘટનામાં માધવપુર પોલીસે હત્યાના પ્રયાસ સહિતનો ગુનો નોંધ્યો છે.

Related posts

ધો. ૧૦-૧૨ પુરક પરીક્ષાનું પરિણામ ૧૨ વાગ્યે જાહેર કરવામાં આવશે, વોટ્સપ પર પણ જોઈ શકાશે રિઝલ્ટ

Ahmedabad Samay

દેશ વિરોધી જાસૂસી પ્રવૃત્તિ કરનાર ISI એજન્ટ દીપક સાળુંની પૂછતાછ કરતા વધુ ચોકાંવનારી વિગતો સામે આવી છે

Ahmedabad Samay

લીંબડી-અમદાવાદ હાઇવે પર અકસ્માતમાં બે વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા

Ahmedabad Samay

સુરત પોલીસની PCR વાન નં. ૩૩ ની અદભુત કામગીરી, જાણ થતાના માત્ર ૦૬ મિનિટમાં જીવ બચાવ્યો

Ahmedabad Samay

અમરેલી શહેરમાં દબાણ હટાવ ઝુંબેશ માત્ર સીનસપાટા કરવા અને નાના માણસોને નિશાન બનાવવા માટે કરવામાં આવી હોય તેવુ લાગી રહ્યુ છે.

Ahmedabad Samay

NMMS પરીક્ષાનું પરિણામ જાહેર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો