August 8, 2026
અપરાધ

GLS કોલેજના પ્રોફેસરે માતાની હત્યા કરીને પોતે પણ આપઘાત કર્યું

શહેરમાં એક પુત્રએ માતાની હત્યા કરીને પોતે પણ આપઘાત કરી લેવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આપઘાત કરનાર પુત્ર મૈત્રેય ભગત GLS કોલેજમાં ઇકોનોમિકસ વિભાગનાં પ્રોફેસર હતા. જ્યારે માતા દત્તા ભગત 75 વર્ષના હતા. પાલડી વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી ફ્લેટમાં માતા અને પુત્ર એકલા જ રહેતા હતા.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરના પાલડી વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી એપાર્ટમેન્ટમાં ઘણી જ ચકચારી ઘટના બની છે. આ એપાર્ટમેન્ટમાં રહેનાર GLS કોલેજના 42 વર્ષના પ્રોફેસર મૈત્રેય ભગતે મોડી રાતે પોતાની 75 વર્ષની માતા દત્તા ભગતની હત્યા કરી નાંખી છે. જે બાદ પુત્રએ પણ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.

આપઘાત કરનાર મૈત્રેય ભગત GLS કોલેજમાં ઇકોનોમિકસ વિભાગનાં પ્રોફેસર હતા. આ ઘરમાં માતા અને પુત્ર એકલા જ રહેતા હતા. સવારે ઘરની બહાર દૂધ અને છાપા એમના એમ પડ્યા હોવાને કારણે પાડોશીઓને કાંઇ અઘટિત બન્યાની શંકા ગઇ હતી. જેથી પાડોશીઓએ ઘરનો દરવાજો ખોલીને જોતા પુત્ર મૈત્રય ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. જે બાદ પાડોશીએ આ અંગે પોલીસને જાણ કરી હતી.

ઝોન -7ના ડીસીપી, શિવમ વર્માના જણાવ્યા પ્રમાણે, આ અંગેની જાણ અમને મળતા અમે અહીં તપાસ માટે આવ્યા હતા. અમારી ટીમે અહીં તપાસ કરતાં જાણ થઇ કે મૈત્રેય ભગતે આપઘાત કર્યો હોઇ શકે છે. મૈત્રેયની માતાનો મૃતદેહ પલંગ પર પડ્યો હતો. જેની પાસેથી રસોડામાં વપરાતી છરી પણ મળી આવી હતી. હાલ લાગી રહ્યુ છે કે ડિપ્રેશનને કારણે આવું બન્યું હોવું જોઇએ.

Related posts

આસારામની તબિયત ગંભીર થતાં તેમને મેડિકલ ચેકઅપ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા

Ahmedabad Samay

કુતરા ના ત્રાસ થી લોકોને મુક્ત કરવા માટે બનાવેલ ખસીકરણ કેન્દ્ર શરૂ થવાના બાકી

Ahmedabad Samay

અમદાવાદ એરપોર્ટ ઉપર ફરજ બજાવતા બે ક્સ્ટમ્સ સુપ્રિન્ટેન્ડેન્ટની ધરપકડ:

Ahmedabad Samay

અમદાવાદના ગોમતીપુરમાં ફરી અસામાજિક તત્વો જાહેરમાં લોકો સાથે દાદાગીરી કરતો કિસ્સો આવ્યો સામે

Ahmedabad Samay

નારોલ : વેપારીએ ખંડણી નહિ આપતા કર્યુ ફાયરીંગ

Ahmedabad Samay

મેઘાણીનગરમાં પોસ્ટર ફાળવાની સામન્ય બાબતેને લઇ યુવકને મોતને ઘાટ ઉતાર્યો, મિત્રને બચાવવા જતા યુવકની થઇ હત્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો