પરિવારની સુરક્ષા ઈચ્છતો હોય તો રૂપિયા પાંચ લાખ તૈયાર રાખજે, ગબ્બર બોલું છું આ પ્રકારે ફોન પર મુર્તીનો વેપાર કરતા વેપારીને ફોન પર ધમકી આપી. વેપારીએ ખંડણી નહિ આપતા કર્યુ ફાયરીંગ. સીસીટીવીના દ્રશ્યોમા દેખાય છે કે બાઈક પર ત્રણ શખ્સો આવે છે, જેમાંથી એક હથિયાર લઈને વેપારીના ગોડાઉનમાં પ્રવેશ કરીને ફાયરીંગ કરીને ફરાર થઈ જાય છે.
કારણ કે વેપારીએ ખંડણીખોરને પાંચ લાખની ખંડણી આપવાનો ઈન્કાર કર્યો. આ ઘટનાથી મુર્તીના વેપારી અને તેનો પરિવાર દહેસતમા છે. અને ખડંણીખોર આરોપીથી રક્ષણની માંગ કરી રહયા છે.
વેપારી ગૌરવ પ્રજાપતી અને તેનો પરિવાર વર્ષોથી ભગવાનની મુર્તીઓ બનાવીને વેચાણ કરે છે. તેમનો ધંધો અમદાવાદ અને સુરત ચાલે છે. ખંડણી આપનાર શખ્સોએ વેપારીને ધમકી આપી હતી કે અમદાવાદ અને સુરતમાં પરિવારની સલામતી ઈચ્છતો હોય તો પાંચ લાખ ખંડણી આપ.
જેથી આરોપીઓ વેપારીથી પરિચીત હોવાનું પોલીસે શકયતા વ્યકત કરી છે. ખડંણીખોરએ આપેલી ધમકી બાદ વેપારીએ પોલીસ સ્ટેશનમાં અરજી કરીને જાણ કરી હતી. પરંતુ ગુનેગારોને પોલીસનો ડર ના રહયો હોય તેમ ખુલ્લેઆમ ફાયરીંગ કરીને વેપારીને ડરાવીને ફરાર થઈ ગયા હતા.
નારોલ પોલીસે ફાયરીંગની ઘટનામાં અજાણ્યા ત્રણ ખડંણીખોર વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત સીસીટીવી ફુટેજ અને કોલ લોકેશનના આધારે પોલીસે શંકાસ્પદ આરોપીની અટકાયત કરી વધું તપાસ શરૂ કરી છે.