September 21, 2026
ગુજરાત

અમદાવાદના માણેકચોકની ઘાંચીની પોળ પાસે એક મકાન ધરાશાયી,

અમદાવાદના માણેકચોકની ઘાંચીની પોળ પાસે એક મકાન ધરાશાયી થયું છે. માણેકચોકમાં મકાન ધરાશાયી થતા લોકોમાં નાસભાગ જોવા મળી હતી. ભરચક વિસ્તારમાં મકાન ધરાશાયી થયાના સમાચાર મળતાની સાથે જ ફાયરબ્રિગેડે ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને નીચે દટાયેલા લોકોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી.

અમદાવાદના માણેકચોકની ઘાંચીની પોળમાં મકાન ધરાશાયી થવાની દુર્ઘટનામાં 2 લોકો દટાયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. ફાયરની ટીમ સાથે પોલીસની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ. હાલમાં આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.

અચાનક મકાન ધરાશાયી થતા પડોશીઓ મેદાનમાં આવી ગયા

અમદાવાદની પોળોમાં અનેક મકાનો વર્ષોથી બનેલા છે, જે જર્જરિત થતા મકાન ધરાશાયી થવાની ઘટનાઓ બની રહી છે. અહીં માણેકચોકની પોળમાં મકાન ધરાશાયી થતા બે લોકો ફસાયા હોવાનું અનુમાન છે.  ત્રણ માળનું મકાન અચાનક ધરાશાયી થયું છે. મકાન ધરાશાયી થતા તેની બાજુના મકાનોમાં રહેતા લોકો પણ તાત્કાલિક મકાન ખાલી કરીને નીચે મેદાનમાં આવી ગયા હતા.

પોલીસ આ ઘટના અંગે કરશે તપાસ

અચાનક ત્રણ માળનું મકાન ધરાશાયી થતા તંત્ર તેની તપાસ કરશે કે મકાન જર્જરિત હોવાથી ધરાશાયી થયું છે કે  કોઈ શખ્સ દ્વારા ઇરાદાપૂર્વક આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.

Related posts

ST બસમાં લૂંટ કરતી બે મહિલા અને રીક્ષામાં બેસાડી હાથ સાફ કરતા બે ગુનેગાનો ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યા

Ahmedabad Samay

એક જ દિવસમાં 762 આરોગ્‍ય વિભાગના કોરોના વોરિયર્સને રસી અપાઇ

Ahmedabad Samay

નરોડામાં ગુજરાતી શાળા નં.૦૧ માં દિવ્યાંગ લાભાર્થીઓ માટે ઈ-શ્રમ કાર્ડ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં રાજપૂત સમાજની સ્ત્રીઓ અને બાળકો દ્વારા શસ્ત્રોની પૂજા કરવામાં આવી

Ahmedabad Samay

મતદારોએ મતદાન મથકે પોતાની ઓળખ સાબિત કરવા માટે ૧૨ દસ્તાવેજો બતાવીને પણ મત આપી શકશે

Ahmedabad Samay

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સતત ત્રીજા દિવસે મેઘમેહેર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો