September 22, 2026
ગુજરાત

એર ઇન્ડિયા ફ્લાઇટ ક્રેશમાં જીવ ગુમાવનાર સ્વ. રાજેન્દ્રભાઈ પાટનકરના ધર્મ પત્નીને આજ રોજથી આજીવન સુધી પેંશન ચાલુ કરવામાં આવી,

GISF ના જવાન અને અમદાવાદ સમયના તંત્રી શ્રી વિશાલ પાટનકરના પિતા સ્વ. રાજેન્દ્રભાઈ પાટનકરના ધર્મ પત્નીને આજ રોજથી તેમની હયાતી સુધી પેંશન ચાલુ કરવામાં આવી,

અમદાવાદમાં બનેલી સૌથી મોટી ઘટના એટલે AI171 ફ્લાઇટ ક્રેશ જે અમદાવાદ અને ગુજરાતમાં યાદગાર ઘટના બની હતી , જેને લીધે ઘણા મુસાફરો અને પ્લેન ક્રેશ વાળા સ્થાન પર નોકરી પર ફરજ બજાવતા અને ત્યાંથી પસાર થતા રાહદારીઓના પરિવારે પોતાના સભ્યોને ગુમાવ્યા હતા,

આ ઘટનામાં અતુલમ-૪ માં GISF માં ફરજ બજાવતા રાજેન્દ્રભાઇ પાટનકર પણ તે ઘટનાના શિકાર બનેલા હતા જેમનું સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન દુઃખદ અવસાન પામ્યા હતા, તેમના અવસાન થી તેમના પરિવારજનો અને GISF ના સ્ટાફમાં દુઃખની લાગણી પ્રસરી હતી, GISF દ્વારા તેમને ગાર્ડઓફ ઓનર એનાયત કરવામાં આવ્યું હતું અને સન્માન આપવામાં આવ્યું હતું,

GISF ના અધિકારી ઠાકુર સાહેબ, મારૂ સાહેબ, મિશ્રા સાહેબ, હિતેશ વાળનંદ અને ESIC ના અધિકારી શ્રી સોલંકી સાહેબ અને ધવલભાઇના સતત મહેનત  બાદ આજ સ્વ.રાજેન્દ્ર પાટનકર ના ધર્મ પત્ની ને ESIC માંથી આજીવન પેંશન શરૂ કરવામાં આવી છે. રાજેન્દ્ર પાટનકરના પરિવાર તરફે ESIC અને GISFના અધિકારીઓ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Related posts

બાબરી વિધ્વંશ નો આજે ચુકાદો

Ahmedabad Samay

આજથી કચ્‍છના ગાંધીધામમાં બાગેશ્વર ધામના બાબા ધીરેન્‍દ્ર શાસ્ત્રીનો દિવ્‍ય દરબાર ભરાશે

Ahmedabad Samay

વિદેશ ભણવા જવાની જીદ છોડો, હવે વિદેશીઓ આવે છે ગુજરાતમાં અભ્યાસ કરવા

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર્સની અચાનક હડતાળ

Ahmedabad Samay

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કા માટે આજે પ્રચારનો અંતિમ દિવસ,તમામ પાર્ટીએ લગાવ્યો એડીચોટીનું જોર

Ahmedabad Samay

અમદાવાદમાં ટ્રાફિકની અવ્યવસ્થા: વસ્ત્રાપુર રેલ અંડરપાસ પર બેરિકેડથી થાય છે ટ્રાફિકની અવરજવરમાં સમસ્યાઓ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો