June 27, 2026
ગુજરાતધર્મ

અંબાજીના પવિત્ર પ્રાંગણમાં ઈતિહાસ સર્જાયો હતો. 1111 જેટલી બાળ કન્યાઓના પૂજન કરીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ બનાવાયો

અંબાજીના પવિત્ર પ્રાંગણમાં ઈતિહાસ સર્જાયો હતો. જેમાં 1111 જેટલી બાળ કન્યાઓના પૂજન કરીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ બનાવાયો હતો. આટલી મોટી સંખ્યામાં કન્યાઓના પુજનની ઘટના સમગ્ર વિશ્વમાં પ્રથમ વખત નોંધાતા વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે. હિંદુ શાસ્ત્રો મુજબ કુંવારી કન્યાઓનું પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં 1111 કન્યાઓનું પૂજન કરીને તેમના આશિર્વાદ મેળવાયા હતા.
સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (રાજ્યકક્ષા) અને બનાસકાંઠા બ્રહ્મસમાજની ટીમ અને અંબાજી ગ્રામ પંચાયત દ્વારા આજે અંબાજી મંદિરના ચાચર ચોકમાં એક અવિસ્મરણીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માતાજીના પ્રાંગણમાં બાળ કન્યાઓના પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.

1111 થી વધુ કન્યાઓનું ભવ્ય પૂજન કરીનેને વર્લ્ડ રેકોર્ડ રચવામાં આવ્યો હતો. અત્રેઉલ્લેખનીય છે કે, કુંવારિકા કન્યાઓને માતાજીનું જ સ્વરૂપ માનવામાં આવે છે. તેમનું પુજન કરવા તથા તેમને ભોજન કરાવવાનો અનોખો મહિમાં છે.
આ કાર્યક્રમમાં હિંદુ શાસ્ત્રો અનુસાર કુંવારીકાઓનું પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં 1111 કન્યા પૂજન કરીને તેમના આશીર્વાદ મેળવાયા હતા. આ ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમમાં 1111 થી પણ વધારે બાળ કન્યાઓની પૂજા કરવામાં આવી હતી. કન્યાઓને આશીર્વાદ આપી તેમને ચણીયાચોળી તથા શ્રુંગારની કીટ ભેટ આપવામાં આવી હતી. આ ઉપરાંત કન્યાઓના પૂજન બાદ તમામને ભોજન પણ કરાવાયું હતું.
આ આયોજનની વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા પણ નોંધ લેવામાં આવીહ તી. સમગ્ર ગુજરાતમાં અગાઉ આટલું મોટું કન્યા પુજન ક્યાંય પણ થયું નથી. જે ગુજરાત અને બનાસકાંઠા માટે ગૌરવની વાત છે. આ પ્રસંગે અંબાજી ગ્રામ પંચાયતનાં સરપંચ કલ્પનાબેન દવેએ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા અપાયેલું સર્ટિફિકેટ સ્વિકાર્યું હતું.

Related posts

અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોની કુલ 86 ફ્લાઇટ રદ થઈ

Ahmedabad Samay

“ટુંક સમયમાં ધોરણ ૬થી ૮ અને પછી ૧ થી ૭ના વર્ગો શરૂ થઈ શકે છે

Ahmedabad Samay

અમદાવાદ હાથીજણ ખાતે ૩ દિવસ ની શ્રી હનુમંત કથા માટે બાબા બાગેશ્વર ની પધરામણી થશે

Ahmedabad Samay

દાણીલીમડા વોર્ડમાં આજરોજ શ્રી નરહરિ અમીન ઉપસ્થિતિ માં સેવાયજ્ઞ કાર્યક્રમ યોજાયો.

Ahmedabad Samay

શ્રી રાજપૂત વિદ્યાસભા ગુજરાત દ્વારા સન્માન કાર્યક્રમ કરાયું

Ahmedabad Samay

વીર ગૌરક્ષક ગભરૂભાઈ લાંબરીયાની પુણ્યતિથિએ ગૌરક્ષકો નું સન્માન સમારોહનો આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો