બળજબરી પૂર્વક પૈસા પડાવવાનો કેસમાં નિકોલ પોલીસે બે TRB જવાનની ધરપકડ કરી,
અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનની હદમાં દાસ્તાન સર્કલ પાસે વેપારી પાસેથી બે TRB જવાનોએ પૈસા પડાવ્યાનો કિસ્સો સામે આવતા પોલીસે તપાસ હાથધરી હતી, આરોપીઓએ વેપારી પાસેથી 5.90 લાખનો કર્યો તોડ હોવાનું સામે આવ્યું હતું, આ અંગે દાસ્તાન સર્કલ પાસે ફરજ બજાવતા TRB જવાન રાજેશ અને વિશાલ પટણીની નિકોલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે,
આ કિસ્સામાં વિચારવા જેવું એ છે કે દાસ્તાન સર્કલ પાસે ટ્રાફિક પોલીસની ચોકી પણ આવેલી છે અને ટ્રાફિક પોલીસ પણ ફરજ પર હાજર હોય છે, તો તેમની હાજરી હોવા છતાં આટલી મોટી કિંમતનો તોડ કેવી રીતે થયો, શુ પોલીસ જવાન પણ આમાં સામેલ હતા ??આવા અનેક સવાલો આ કેસ પર ઉભા થાય છે
