ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ માં હિન્દીભાષી/ઉત્તર ભારતીય સમાજ ની લાગણી દુભાઈ ..હિન્દી ભાષી સમાજ ઈગ્નોર કરાયું, જેને પગલે ઉત્તર ભારતીય વિકાસ પરિષદ વિરોધ કરવામાં આવ્યું છે આ અંગે વધુ માહિતી આપતા શ્યામસિંહ ઠાકુરે જણાવ્યું છે કે
ગુજરાત સરકારના નવનિયુક્ત મંત્રીશ્રીઓને અભિનંદન અને હાર્દિક શુભેચ્છા સાથે હું શ્યામસિંહ ઠાકુર રાષ્ટ્રીય અધ્યક્ષ ,ઉત્તર ભારતીય વિકાસ પરિષદ સમાજ વતી દુઃખ ની લાગણી વ્યક્ત કરીએ છીએ કે ગુજરાત માં મંત્રીમંડળ વિસ્તરણ માં 14 ટકા થી વધુ ભાગીદાર હિન્દીભાષી /ઉત્તર ભારતીય સમાજ ને સાઇડ લાઇન કરાયું છે તેથી સમસ્ત હિન્દીભાષી સમાજ ને અસંતોષ વ્યાપ્યો છે.
આજે તમામ જ્ઞાતિઓ ને એમની ટકાવારી પ્રમાણે મંત્રીમંડળ માં સ્થાન આપી સન્માન અપાયું હોય પરંતુ હિન્દી સમાજ ને મંત્રીમંડળ માં સ્થાન ન અપાતા સમસ્ત સમાજ માં અસંતોષ ની લાગણી વ્યાપી છે.
ઉત્તર ભારતીય વિકાસ પરિષદ આ બાબત ને વખોડી કાઢે છે અને ભારતીય જનતા પાર્ટી ને સમાનતા નો અધિકાર આપવા અપીલ કરીએ છીએ..
હિન્દીભાષી /ઉત્તર ભારતના તમામ રાજ્યો માં આ સમાજ ખોબે ખોબા ભરીને વોટ આપી કેન્દ્રમાં મોદીજી ને સમર્થન આપે છે .એજ સમાજ ને મોદીજીના ગુજરાત માં કોઈ સ્થાન ન હોય તો સમાજે ભવિષ્ય માં અન્ય વિકલ્પ તરફ પણ મજબૂર થઈ ને વિચારવું પડશે…
મંત્રીમંડળ વિસ્તરણ માં થયેલ અસંતોષ બાબતે કેન્દ્રીય નેતૃત્વ ને લેખિતમાં રજૂઆત કરવામાં આવશે અને સમાજ ની વિવિધ પડતર માંગણીઓ મૂકવામાં આવશે..
