November 17, 2025
ધર્મ

અયોધ્યામાં દીપોત્સવ ૨૦૨૫ ની ૯ મી આવૃત્તિ ફરી એકવાર ઇતિહાસ રચવા માટે તૈયાર

મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રીરામની નગરી અયોધ્યામાં દરવર્ષે દિવાળીની ઉજવણી ખાસ આકર્ષણ બની રહી છે. ત્યારે દીપોત્સવ ૨૦૨૫ ની ૯મી આવૃત્તિ ફરી એકવાર ઇતિહાસ રચવા માટે તૈયાર છે. પ્રભુ શ્રીરામના આગમનની ખુશીમાં રામ કી પૈડી સહિત 56 જેટલા ઘાટો પર એકસાથે 26 લાખ 11 હજાર 101 દિવડાઓ પ્રગટાવવામાં આવશે.

સરયૂ કિનારે 2100 વેદાચાર્યો દ્વારા મહાઆરતી અને મંત્રોચ્ચારથી અયોધ્યા એક અલગ જ ઉર્જાનો સંચાર કરશે. આવતીકાલે દિવાળીના તહેવાર પહેલા શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી પડી છે.

પ્રવાસન અને સંસ્કૃતિ પ્રધાન જયવીર સિંહે જણાવ્યું હતું કે જ્યારે 2017 માં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની પ્રેરણાથી આ ઉજવણીની પહેલી વાર શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે અયોધ્યામાં આશરે 1.71 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા.

આ દીપોત્સવ અયોધ્યામાં 26 લાખથી વધુ દીવા પ્રગટાવીને વિશ્વ વિક્રમ સ્થાપવા માટે તૈયાર છે. દીપોત્સવની પહેલી આવૃત્તિથી નવમી આવૃત્તિ સુધી દીવાઓની સંખ્યામાં લગભગ 15 ગણો વધારો થયો છે.

Related posts

આજે છે શનિશ્ચરી અમાસ, આટલુ કરો દોષ માંથી થશે મુક્તિ

Ahmedabad Samay

રાહુની મહાદશા 18 વર્ષ સુધી ચાલે છે, આમને મળે છે અપાર ધન અને પ્રસિદ્ધિ, સાથે મળે છે રાજા જેવું જીવન

Ahmedabad Samay

Today Horoscope: આ 4 રાશિના જાતકોને આજે નોકરી-ધંધાના કામમાં ખૂબ જ સારા સમાચાર મળશે, જોરદાર ધનલાભ થવાની સંભાવના

Ahmedabad Samay

ક્યાં જાતકો એ કેવી રીતે આજે શિવજીને અભિષેક કરવું જાણો પ્રખ્યાત શાસ્ત્રી શ્રી વિષ્ણુકુમાર રાવલ દ્વારા અમદાવાદ સમય પર

Ahmedabad Samay

રાજકોટમાં હજારો વૈષ્ણવો ઉમટ્યા: વલ્લભ યુદ્ધ ઓર્ગેનાઈઝેશન દ્વારા રસિયા, ફુલફાગનાં ઉત્સવનું આયોજન

Ahmedabad Samay

ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલ ચાંપાનેર સોસાયટી ખાતેનું સાંઈ ગણેશ મિત્ર મંડળ દ્વારા ખાટુશ્યામની થીમ પર ગણેશમોહત્સવનું આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો