બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના કાર્ગો વિસ્તારમાં ગતરોજ બપોરે આગ લાગી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે એરપોર્ટ અધિકારીઓએ તાત્કાલિક બધી ફ્લાઇટ્સ બંધ કરવી પડી હતી,
મળતી માહિતી મુજબ આગ બપોરે 2:30 વાગ્યાની આસપાસ એરપોર્ટના ગેટ નંબર 8 નજીકના કાર્ગોમાં લાગી હતી. કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ કાર્ગોને મોટું નુકસાન થવાની આશંકા છે. કાળા ધુમાડાના કારણે આસપાસના વિસ્તારોમાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.

