August 13, 2026
ધર્મ

સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીનું મંદિર દિવાળીના પાવન અવસર પર ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યું

સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીનું મંદિર દિવાળીના પાવન અવસર પર ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યું છે. ભગવાન શામળિયાના આ પ્રાચીન મંદિરને રંગબેરંગી લાઇટ્સની માળા અને વિશેષ પ્રકાશ વ્યવસ્થાથી એવું સુશોભિત કરવામાં આવ્યું છે કે રાત્રિના સમયે તેની દિવ્યતા અદ્ભુત રીતે નિખરી ઉઠે છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.

મંદિરના શિખરો, ગુંબજો અને સમગ્ર પરિસરને પ્રકાશના પર્વને અનુરૂપ ભવ્ય રોશનીથી ઝગમગાવી દેવામાં આવ્યું છે. મંદિરની આસપાસની જગ્યા અને પ્રવેશદ્વાર પર પણ દીવડાઓ અને ઇલેક્ટ્રિક લાઇટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જે વાતાવરણમાં એક અનેરો ઉમંગ અને આધ્યાત્મિક શાંતિ પ્રસરાવે છે. દિવાળીના દિવસોમાં મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે.

ભક્તો માત્ર ભગવાનના દર્શન જ નહીં પરંતુ મંદિરની આસપાસ કરવામાં આવેલા રોશનીના ભવ્ય શણગારની મજા પણ માણી રહ્યા છે. આ દિવ્ય પ્રકાશ વ્યવસ્થા ભક્તોને શાંતિપૂર્ણ અને આનંદદાયક અનુભવ પ્રદાન કરે છે. જે દિવાળીના ઉત્સવને વધુ યાદગાર બનાવે છે

Related posts

બુધ સંક્રમણ 2023: આગામી 58 દિવસ આ રાશિ માટે વરદાન સમાન છે, ‘બુધ’ ઘરને ધનથી ભરી દેશે!

Ahmedabad Samay

પાકિસ્‍તાનના બલુચિસ્‍તાન પ્રાંતમાં પવિત્ર શક્‍તિપીઠ હિંગળાજ માતાના મંદિરે રવિવારે ત્રણ દિવસીય વાર્ષિક ઉત્‍સવનું શ્રદ્ધાપૂર્વક સમાપન

Ahmedabad Samay

7 ફેબ્રુઆરી, 2026 ના રોજ યશોદા જયંતિ મનાવવામાં આવશે, જાણો તિથિ અને શુભ સમય

Ahmedabad Samay

મહાકુંભમાં આત્મા પ્રેમ ગિરી બાબા તેમના ચહેરાના તેજ અને ૭ ફૂટ ઊંચાઈ વાળી પોતાની ફિટ બોડીના કારણે આકર્ષકનું કેન્દ્ર બન્યા

Ahmedabad Samay

કઠવાડા ખાતે આવેલ ટેબલી લંબેહનુમાન દાદાને ૧૦૦ વર્ષ પૂર્ણ,મધુસુદનલાલજી મહારાજના વ્‍યાસાસને હનુમંતકથા યોજાશે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત ,

Ahmedabad Samay

ઘરમાં કાચબો રાખવાથી માતા લક્ષ્મી થાય છે પ્રસન્ન, જાણો મહત્ત્વ અને વાસ્તુના નિયમો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો