July 21, 2026
ગુજરાતરમતગમત

ઓલ ઇન્ડિયા પોલીસ 9 થી 13 મે સુધી બેડમિન્ટન અને ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ માટે ગુજરાત પોલીસનું સિલેક્શન સુરતમાં

ઓલ ઇન્ડિયા પોલીસ 9 થી 13 મે સુધી બેડમિન્ટન અને ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ માટે ગુજરાત પોલીસનું સિલેક્શન સુરતમાં રખાયું :અનુપામસિંહ ગેહલોત બેડમિન્ટન ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ માટે પાલ ખાતે આવેલું એરો એકેડેમી સિલેક્શન ગુજરાત પોલીસના 42 ચુનીંદા ખેલાડીઓ થવા જઈ રહ્યું , ગુજરાત પોલીસના કર્મચારી અને અધિકારી સાથે આઈપીએસ અધિકારી પણ ટુર્નામેન્ટ રમવા સિલેક્શન માટે સુરત માં હાજરી આપી.

ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન અને ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન ઉત્તર પ્રદેશના લખનૌ ખાતે આગામી 9 થી 13 મે 2026 થઈ રહ્યું છે ગુજરાત પોલીસ ની પણ એક ટીમ ટેબલ ટેનિસ અને બેડમિન્ટનની ટીમ તૈયાર કરવા માટે સુરત ના પાલ આવેલા એરો એકેડેમી ખાતે સિલેક્શન રાખવામાં આવ્યું છે આ સિલેક્શનમાં સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશનર એલ એ ઝાલા તેમજ પોલીસ હેડ કોટર્સ મદદનીશ પોલીસ કમિશનર એમ કે રાણાના અને ગુજરાત પોલીસના બેડમિન્ટનના ખેલઘર તરીકે ઓળખાતા કોચ એસ બી રાવત અને ટેબલ ટેનિસ માટે નીરવ અગ્રવાલ દ્વારા સિલેક્શન કરવામાં આવી રહ્યા છે આ માટે ગુજરાતના ચુનીદા 42 ખેલાડીઓ બેડમિન્ટન અને ટેબલ ટેનિસ માટે ગુજરાત પોલીસ તરફથી રમવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

જે માટે સુરતના પાલ ખાતે આવેલા એરો એકેડમી ખાતે સમગ્ર બેડમિન્ટનના અને ટેબલ ટેનિસ સિલેક્શન માટે આયોજન કરવામાં આવ્યું છે ટેબલ ટેનિસ સાથે બેડમિન્ટનમાં સારું રમતા ગુજરાત પોલીસના કર્મચારી થી લઈ અધિકારી સુધીના જેમાં આઇપીએસ અધિકારી રાહુલ ત્રિપાઠી ખેલાડી તરીકે ઓલ ઇન્ડિયા પોલીસ ટુર્નામેન્ટ માટે ગુજરાત પોલીસ તરફથી રમવા માટે આવ્યા હતા રાજ્યભરના અલગ અલગ અધિકારીઓએ અને કર્મચારીઓ બેડમિન્ટન અને ટેબલ ટેનિસ સિલેક્શન લઈને પરસેવો પાડીને ગુજરાત પોલીસ તરફથી રમવા માટેની તૈયારી શરૂ કરી દીધી છે જેથી કરીને ગુજરાત પોલીસ દેશભરમાં બેડમિન્ટન ટુર્નામેન્ટમાં છેલ્લા ઘણા સમયથી પ્રથમ નંબર રહે ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં પણ ગુજરાત પોલીસ દ્વારા સારુ પ્રદર્શન ઓલ ઇન્ડિયા પોલીસ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી થતું આવ્યું છે તે માટે ફિટનેસથી લઈને બેડમિન્ટન અને ટેબલ ટેનિસ ના અલગ અલગ ધારાધોરણ મુજબની કોચ દ્વારા સૂચનાઓ આપવામાં આવી રહી છે.

આ સમગ્ર ગુજરાત પોલીસ ની બેડમિન્ટન અને ટેબલ ટેનિસ માટેની ટીમ તૈયાર કરવા માટે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત જવાબદારી રાજ્યના ડીજીપી ડો પી એલ રાવ દ્વારા સોપોમાં આવી છે જેને લઈને ગુજરાત ભરમાંથી 42 જેટલા પોલીસ કર્મચારી અને અધિકારીઓ સુરત ખાતે ઓલ ઇન્ડિયા પોલીસ ટુર્નામેન્ટ માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે તે માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા સુરત પોલીસ હેડ ક્વાટર્સના મદદનીશ પોલીસ કમિશનર એમ કે રાણા જે બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ઓલ ઇન્ડિયામાં પહેલા નંબરે રહ્યા હતા તેને પણ વિશેષ જવાબદારી ટુર્નામેન્ટ માટેની સિલેક્શન બાબતે આપવામાં આવી છે સાથે સાથે તેમની મદદ એ નાયબ પોલીસ કમિશનર એલ એ ઝાલા પણ ઉપસ્થિત રહ્યા હતા સુરત પોલીસ કમિશનર અનુપમ શ્રી ગેહલોત દ્વારા ખેલાડીઓનું સિલેક્શનમાં બેડમિન્ટન અને ટેબલ ટેનિસ માટે સિલેકટર રાવત અને નીરવ અગ્રવાલ ના મેરીટ આધારે અને સારી ગેમ બતાવનાર ખેલાડીને સિલેક્ટ કરવામાં આવી રહ્યા છે,

ગુજરાત પોલીસનું ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન અને ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ડંકો ગયા વર્ષની જેમ આ વર્ષે જેમ આ વર્ષે પણ ટુર્નામેન્ટમાં સારો પ્રોફોમસ કરી ગુજરાત પોલીસનું નામ રોશન થાય હા ટુર્નામેન્ટ દેશભરના પોલીસ અધિકારી અને કર્મચારીઓ વચ્ચે રમાતી હોય છે એકબીજાની ખેલ ભાવના સૌથી મહત્વનો ભાગ ભજવે છે ત્યારે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ પોતાની મહત્વની ભૂમિકા ટુર્નામેન્ટના સિલેક્શન માટે નિભાવવા જઈ રહ્યા છીએ આગામી 9 થી 13 મે 2026 ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન અને ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ રમવા જઈ રહી છે તે માટે 20 એપ્રિલ સોમવારથી જ સવારથી બેડમિન્ટન અને ટેબલ ટેનિસ માટે પાલ ખાતેના આવેલા એરો એકેડેમી ખાતે તેમની હાજરી રહી છે સમગ્ર સ્પોર્ટ સહાયક તરીકે જવાબદારી પરેશ ત્રીપાઠીને સોપોમાં આવી છે

Related posts

તિસ્તા સેતલવાડ બાદ પૂર્વ ડીજીપી આરબી શ્રીકુમારને ગુજરાત રમખાણોના કેસમાં મળ્યા જામીન

Ahmedabad Samay

બાપુનગર વ્‍હાઈટ હાઉસમાં પાસપોર્ટ કેન્‍દ્ર શરૂ થયું

Ahmedabad Samay

ભુપેન્દ્રભાઇ પટેલ ૧૬ નવેમ્બરે ઉમેદવારી પત્ર ભરશે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ રહેશે ઉપસ્થિત.

Ahmedabad Samay

ગુજરાત પરથી નિસર્ગ વાવાઝોડાનું સંકટ ટળ્યું, મહારાષ્ટ્રના અલીબાગમાં ટકરાશે નિસર્ગ

Ahmedabad Samay

વર્લ્ડ ટીમ ચેસ ચેમ્પિયનશિપમાં ભારતનો પહેલો મેડલ

Ahmedabad Samay

અમદાવાદ શહેર અને જિલ્લામાંથી એકમાત્ર નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલને સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના પ્રધાન તરીકે સ્થાન આપવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો