September 13, 2024
ગુજરાત

ડેલ્ટા પ્લસ વેરિએન્ટની ગુજરાતમાં એન્ટ્રી, બે કેસ સુરત અને વડોદરામાં નોંધાયા

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ધીમી પડી છે પરંતુ નવો વેરિએન્ટ સામે આવતા ચિંતા વધી છે. ભારતમાં કોવિડ-19ના ડેલ્ટા વેરિએન્ટના કેસ સતત વધી રહ્યો છે. ગુજરાતમાં પણ ડેલ્ટા પ્લસના બે કેસ સામે આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર પત્રકાર પરિષદમાં ગુજરાતમાં કોરોનાના ડેલ્ટા પ્લસની એન્ટ્રી થઈ હોવાની પુષ્ટિ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ ડેલ્ટા પ્લસ વેરિએન્ટના આ બે કેસ સુરત અને વડોદરામાં નોંધાયા છે.

ગત દિવસોમાં દેશમાં સામે આવેલા કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના મામલાની સંખ્યામાં સતત વધારો થતો જાય છે. સરકારે જાણકારી આપી કે અત્યાર સુધીમાં ભારતના 18 જિલ્લામાં કોરોના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 48 કેસ સામે આવી ગયા છે. કોરોના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે

કોવિશીલ્ડ અને કોવેક્સિન વેક્સિન SARS CoV 2ના આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ એમ તમામ વેરિયન્ટ સામે અસરકારક સાબિત થઈ છે

Related posts

ગુજરાત સરકારનો મોટો નિર્ણય,DJ, મ્યૂઝિક, બેન્ડ અને ગાયકો કાર્યક્રમ યોજી શકશે.

Ahmedabad Samay

આદિત્‍ય એલ-૧ ૧૫ લાખ કિમીની લાંબી મુસાફરીના છેલ્લા તબક્કામાં પહોંચી ગયું

Ahmedabad Samay

રાજ્યના ૬ ખેલાડીઓ આગામી ઓલિમ્પીક રમતોમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે

Ahmedabad Samay

આ વર્ષે સાદગીથી યોજાશે રથયાત્રા, ૫૦ થી ઓછા લોકો રહેશે હાજર

Ahmedabad Samay

જયમન શર્મા, હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી એ દરેક સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજી

Ahmedabad Samay

ચૂંટણી અધિકારી અને ઉદય કાનગડ વિરૂધ્ધ ચૂંટણીપંચમાં ફરિયાદ દાખલ કરીશ: રેશ્મા પટેલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો