August 7, 2026
ગુજરાત

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આજે વહેલી સવારે પોતાના પરિવારના સભ્યો સાથે મતદાન કર્યું

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે લોકશાહીનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આ અવસરે ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આજે વહેલી સવારે પોતાના પરિવારના સભ્યો સાથે મતદાન મથક પર પહોંચી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવાના લક્ષ્ય સાથે તેમણે લોકશાહીના પર્વમાં પોતાની નૈતિક જવાબદારી નિભાવી હતી.

ચૂંટણી એ વિકાસનો પાયો છે – જગદીશ વિશ્વકર્મા: મતદાન કર્યા બાદ પ્રસાર માધ્યમો સાથે વાતચીત કરતા જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણી આપણા શહેર અને ગામડાઓના સર્વાંગી વિકાસનો અસલી પાયો છે. તેમણે લોકશાહીમાં મતદાનના મહત્વ પર ભાર મુકતા કહ્યું કે, દરેક મત કિંમતી છે અને તે પ્રગતિની દિશા નક્કી કરે છે. નાગરિકોને મતદાન કરવા વિનંતી: પ્રદેશ અધ્યક્ષે રાજ્યના તમામ ભાઈ-બહેનો અને મતદારોને લોકશાહીના આ મહાપર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે આહવાન કર્યું હતું. તેમણે અપીલ કરી હતી કે, લોકો ઘરની બહાર નીકળી વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરે અને મતાધિકારનો ઉપયોગ કરી દેશની લોકશાહી પ્રણાલીને વધુ સુદ્રઢ અને મજબૂત બનાવે. વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદારોની જાગૃતિ જોવા મળી હતી, જેમાં પ્રદેશ અધ્યક્ષની હાજરીએ કાર્યકરો અને નાગરિકોમાં નવો ઉત્સાહ ભર્યો હતો.

Related posts

દેવેન્દ્રસિંહ કુશવાહ ને અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના અમદાવાદ શહેર અધ્યક્ષ ઘોષિત કરવામાં

Ahmedabad Samay

અમદાવાદમાં આવાસોના મકાનોની રાહ જોતા લોકો માટે ગૂડ ન્યૂઝ, 2000થી વધુ મકાનોનો થશે ડ્રો

Ahmedabad Samay

અમદાવાદ – ગુજરાતથી અમેરીકા જતા ગુમ થયેલા 9 લોકોના મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી

Ahmedabad Samay

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટીલે બુધવારે સી-ફ્લડ નામની સિસ્ટમ લોન્ચ કરી,બે દિવસ અગાઉથી ગ્રામ્ય સ્તરે પુરની ચેતવણીઓ આપવાશે

Ahmedabad Samay

રક્ષક જ બન્યા ભક્ષક: પાલક પિતાએ બે માસ સુધી સાવકી પુત્રી પર શારીરિક અડપલા કરી ધમકી આપતા

Ahmedabad Samay

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા ખેલ મહાકુંભ ૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો