એપોલો હોસ્પિટલ દ્રારા જી એમ.ડી.સીં. ગ્રાઉન્ડ ખાતે તા. ૨૭-૦૫-ર૦ર૧ના રોજથી ડ્રાઈવ થ્રુ વેકસીનેશન શરૂ કરવામાં આવનાર છે. આ દ્રાઈવ થ્રુ વેકસીનેશન માટે તમામ લોજીસ્ટીક એટલે કે વેકસીન, સ્ટાફ અને અન્ય વ્યવસ્થા એપોલો હોરિપિટલ દ્વરા કરવામાં આવશે.
વેકસીનેશન સ્થળે ૧૮ વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોનું ઓનસ્પોટ રજીસ્ટ્રેશન કરી વેઇસીનેશનની કામગીરી કરવામાં આવશે. જેના માટે વેકસીન દીઠ લાભાર્થીએ રૂ. ૧,૦૦૦ નો યાર્જ ચૂકવવો પડશે. એપોલો હોસ્પિટલ દ્વારા કરવાની થતી આ કામઝીરીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના ધોરણે જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતે અન્ય જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે.
સદર ડ્રાઈવ થ્રુ વેકસીનેશનનો સમચ સવારે ૯ થી સાંજે ૫.૦૦ કલાક સુધીનો રહેશે. દરરોજના અંદાજે ૧૦૦૦ લાભાર્થીને વેકસીન આપવામાં આવશે. તેમ જ તેઓનુ પેમેન્ટ જેતે લાભાર્થી કેશ / કાર્ડ / પેટીએમ દ્વારા કરવાનુ રહેશે.