August 26, 2026
વરસાદ, havy strom
ગુજરાત

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગરમી ઘટવા સાથે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના વરસાદની આગાહી કરી

ગુજરાતમાં  કેટલાક ભાગોમાં આક્રમક ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, તો કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન ઘટવા છતાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાથી લોકો અસહ્ય બફારાથી પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગરમી ઘટવા સાથે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના વરસાદની આગાહી કરી છે.

અંબાલાલ
અંબાલાલ

અંબાલાલ પટેલે જણાવ્યું કે, હવે ધીમે-ધીમે ગરમીમાં ઘટાડો થશે. એટલે કે સવારે ગરમી ઓછી લાગશે, પરંતુ બપોરના સમયે આકરી ગરમી યથાવત રહેશે. જો કે બપોર બાદ પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પડી શકે છે.

અત્યારે ગુજરાતના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે. જે હવે ઘટશે. જેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસાપાસ આવી જશે. જ્યારે કચ્છમાં 38 ડિગ્રી તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મહત્તમ તાપમાન 32 થી 35 ડિગ્રીની વચ્ચે રહી શકે છે.

હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, આવતીકાલે એટલે કે 25 મેથી 8 જૂન વચ્ચે રોહીણી નક્ષત્ર રહેશે, જે બાદ 8 જૂનથી મૃગશિર્ષ નક્ષત્ર બેસશે. રોહીણી નક્ષત્રમાં પડતો વરસાદ ખેડૂતો માટે વરદાનરૂપ સાબિત થાય છે.

આથી આગામી 7 જૂન સુધી ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ પડી શકે છે. જેની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની સરહદને અડીને આવેલા ભાગોમાં વધારે રહેશે. જેમાં એક થી લઈને 2 ઈંચ સુધીનો વરસાદ વરસે તેવી શક્યતા છે.

એવું કહેવાય છે કે, રોહીણી નક્ષત્ર ઉતરતા વરસાદ વરસે, તો તે ખેતી માટે લાભદાયી મનાય છે. તેમજ તે વર્ષે ચોમાસું સારું રહે છે. રોહીણી નક્ષત્ર ઉતરતાં 8 જૂનથી દરિયામાં પવનો બદલાશે અને ગતિ પણ વધશે. જેની અસરથી ગુજરાતમાં પણ 8 થી 15 જૂન અને 23 થી 28 જૂન વચે વરસાદ પડી શકે છે.

ચોમાસા અંગે હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, અત્યારે ચોમાસું કેરળના કાંઠાની નજીક પહોંચી ચૂક્યું છે. જો કે અરબ સાગરની સિસ્ટમ પવનોને પાછા પાડી રહી છે. આવનારા દિવસોમાં આ સિસ્ટમ નબળી પડતાં ચોમાસું પુનઃ ગતિ પકડશે અને 26 થી 28 મેની વચ્ચે દક્ષિણના કાંઠે આવી જશે.

Related posts

ડ્રેનેજ સાફ કરવા ઉતરેલા વધુ એક સફાઇ કામદારનું ગૂંગળામણથી મોત ત્રણ લોકો એક મોલની ડ્રેનેજ સાફ કરવા ઉતર્યા અને આ દરમિયાન અચાનક એક શ્રમિકનું ગુંગળામણથી મોત, મૃતક શ્રમિકના પરિવારજનોને કરી વળતરની માંગ

Ahmedabad Samay

મોરબીના પીપળી નજીક હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો, મૃતકના વાલીવારસની શોધખોળ

Ahmedabad Samay

ગુમ થયેલ છે

Ahmedabad Samay

સમાનતા ફાઉન્ડેશન દ્વારા #fathersday નિમિતે ચિત્ર સ્પર્ધા યોજી જીવનમાં પિતાના મહત્વ વિશે સમજાવ્યું

Ahmedabad Samay

અમદાવાદ: ઉમેશપાલ હત્યાકાંડની તપાસ હવે અમદાવાદમાં, ઉત્તરપ્રદેશ STFની ટીમ શહેર પહોંચી, જાણો શું છે સમગ્ર મામલો?

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા ઉત્તર ભારતીય બિઝનેસ નેટવર્ક નું ગ્રાન્ડ લોન્ચિંગ કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો