July 25, 2026
ગુજરાત

આગામી ત્રણ દિવસ રેડ એલર્ટ અને વધુ વરસાદની શક્યતાને પગલે તંત્ર સંપૂર્ણ સતર્ક

અમદાવાદમાં સવારથી વરસેલા ધોધમાર વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. ખાસ કરીને પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે પાણી ભરાતા રસ્તાઓ જળમગ્ન બની ગયા છે. બપોર સુધીમાં શહેરમાં સરેરાશ 6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જોકે હવામાન વિભાગની આગાહી મુજબ ખતરો હજુ ટળ્યો નથી. અમદાવાદ પર ચક્રવાતી વાદળો સ્થિર હોવાના કારણે આજ કરતાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. શહેર માટે આગામી ત્રણ દિવસ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

પશ્ચિમ અમદાવાદના એસ.જી. હાઇવે, સાયન્સ સિટી, થલતેજ અને બોડકદેવ સહિતના વિસ્તારોમાં ભારે પાણી ભરાયા છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે ટૂંકા ગાળામાં પડેલા અતિભારે વરસાદને કારણે શહેરમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. AMC દ્વારા પાણીનો નિકાલ કરવા માટે ડીવોટરિંગ પંપ અને મેન્યુઅલ ટીમો તૈનાત કરવામાં આવી છે. તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.

આગામી આજે અને 25 જુલાઈએ ઉપરવાસમાંથી સાબરમતી નદીમાં વધુ પાણી આવવાની શક્યતાને ધ્યાનમાં રાખીને વાસણા બેરેજના તમામ ગેટ ખોલી દેવામાં આવ્યા છે. નદીનું પાણીનું સ્તર શક્ય તેટલું નીચું રાખવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેથી વધારાનું પાણી સમાવી શકાય. આગામી ત્રણ દિવસ રેડ એલર્ટ અને વધુ વરસાદની શક્યતાને પગલે તંત્ર સંપૂર્ણ સતર્ક છે. નાગરિકોને સાવચેતી રાખવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

Related posts

રાજ્યમાં ૦૯ આઇ.એ.એસ. ની બદલી

Ahmedabad Samay

સુભાષબ્રિજ બાદ હવે ઈન્કમટેક્સ બ્રિજ પર લાગેલા જોઇન્ટ તૂટી જતા બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો

Ahmedabad Samay

અમદાવાદ-વર્લ્ડ કપની ફાઈનલ તેમજ ભારત પાકિસ્તાનની હાઈવોલ્ટેજ નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાય તેવી શક્યતા

Ahmedabad Samay

ગીર જંગલ આધારિત ફિલ્મ સાસણ થઇ રિલીઝ

Ahmedabad Samay

ગૌ હત્યાના કેસમાં સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો

Ahmedabad Samay

અજાણ્યા નંબરથી ફોન આવતા ચેતજો યુવાનો,વેજલપુર બાદ કુબેરનગરમાં હની ટ્રેપનો કિસ્સો સામે આવ્યો,

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો