કાલે ખેડૂત આંદોલનને ૧૩મો દિવસ થશે, ખેડૂતો ની માગ ન પૂર્ણ થતાં કાલે ખેડૂતોએ ભારત બંધનો એલાન કર્યું છે જેને ૧૧ જેટલા વિપક્ષો એ સમર્થ પણ આપ્યું છે જ્યારે ગુજરાત સી.એમ વિજયભાઈ રૂપાણી એ સ્પષ્ટ જણાવ્યું છે કે ગુજરાતમાં ભારત બંધની કોઈ અસર દેખાશે નહિ અને જોકોઈ બળજબરીથી બંધ કરાવશેતો તેના સમક્ષ કાયદાકીય પગલાં લેવામાં આવશે.
સંઘ સાથે જોડાયેલા ભારતીય કિસાન સંઘે આવતીકાલના ભારત બંધથી અંતર રાખ્યુ છે. આ દરમિયાન કૃષિ રાજ્યમંત્રી કૈલાશ ચૌધરીએ કહ્યુ છે કે ત્રણેય કૃષિ કાનૂન ખેડૂતોના હક્કમાં છે તે પરત નહિ ખેંચાય. જો જરૂર બનશે તો સરકાર કેટલીક માંગણીઓ માટે તેમા ફેરફાર કરશે. દેશના વાસ્તવિક ખેડૂતો આ કાયદાથી ચિંતિત નથી અને ખેતરોમાં કામ કરે છે. કેટલાક પક્ષોએ ભારતીય ફાયદા માટે આંદોલન કરી રહેલાઓને લાલચ આપી છે. લોકોએ લાલચમાં આવવુ ન જોઈએ