December 14, 2024
ગુજરાત

C.M વિજય રૂપાણી : લોકડાઉન-૪.૦ મંગળવારથી નવા નિયમો સાથે લાગુ.

દેશભરમાં આજે લોકડાઉન-૩ના અંતિમ દિવસે લોકડાઉન-૪ની જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને હળવા નવા નિયમો અમલી કરવા માટે મંજુરી  આપી છે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કયા નિયમો લાગૂ  કરાશે તે અંગે ૧૮મી એ જાહેરાત કરાશે આ અંગે  આવતીકાલે જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે ચર્ચા  કરવામાં આવશે.

આ અંગે નિર્ણય કરવા સાંજે પાંચ વાગ્યાથી મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં હાઈલેવલ કોર કમિટિની બેઠક મળી હતી પરંતુ કોઇ નિર્ણય લેવાયો ન હતો. ગુજરાતમાં આજે લૉકડાઉન-૩.૦નો છેલ્લો દિવસ છે અને આવતીકાલથી લૉકડાઉન ૪.૦નો પ્રારંભ થશે.

નવા નિયમોમાં કન્ટેઈન્મેન્ટ અને નોન કન્ટેઈન્મેન્ટ ઝોનના આધારે છૂટછાટ આપવામાં આવશે. નવા નોટિફિકેશનનો અમલ ૧૯મેથી કરવામાં આવશે. મુખ્યમંત્રીએ વિજય રૂપાણી એ જણાવ્યું હતું કે માસ્ક નહીં પહેર્યું હોય તેને સમગ્ર ગુજરાતમાં રૂ.૨૦૦નો દંડ ફટકારવામાં આવશે. બાઈક ચાલકો અને રિક્ષા ચાલકોને છૂટ આપવામાં આવશે.

કચ્છમાં કોરોનાના એકસાથે ૧૪ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેને કારણે સમગ્ર જિલ્લાની જનતામાં ફફડાટ ફેલાઈ ગયો છે. ગુજરાત સરકારના અધિકારીઓ અમદાવાદમાં પણ ૩૧ મે સુધી લોકડાઉન લંબાવવાના મૂડમાં છે. ૩૧મે સુધી ના લંબાવી શકાય તો ૨૫ મે સુધી તો કરવાનીતૈયારી છે. આ અંગે ટૂંક સમયમાં સરકાર નિર્ણય લેશે. જ્યારે ૨૧ દિવસની કન્ટેઈન્મેન્ટ ઝોનની સમીક્ષા ૨૪મેના રોજ કરવામાં આવશે, એટલે કે ૨૫મીએ ઈદ પુરી કરીને લોકડાઉન ખોલવામાં આવી શકે છે.

Related posts

સુરપંચમ સ્ટુડિયો, અમદાવાદ ખાતે “કરાઓકે સુપરસ્ટાર સીઝન ૧” ફાયનલ સ્પર્ધા યોજાઇ

Ahmedabad Samay

ભાજપે વિકાસ તો કોંગ્રેસે મોંઘવારી બેકારી ગરીબી વગેરે મુદ્દા આવરી લીધા છે.

Ahmedabad Samay

અમદાવાદમાં 2 કિલો ડ્રગ્સ યુપીથી મોકલવામાં આવ્યું હતું, એસઓજી યુપી જઈ આરોપીને પકડશે

Ahmedabad Samay

રાજકોટમાં સર્વત્ર વરસાદ: ઉપલેટાનાં વેણુ – ૨નાં દરવાજા ખોલ્યા, આજી-૩ ડેમ પણ ૭૦% ભરાયો

Ahmedabad Samay

SPS સિક્યુરિટી કમ્પનીમાં આવી મોટી ભરતી, જરૂરિયાતમંદ સુધી જરૂર પહોંચાડજો

Ahmedabad Samay

પાસા ના નવા નિયમો નો સખ્તાઈ પૂર્વક અમલ થશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો