September 27, 2026
ગુજરાતદેશ

લોકડાઉન ૫.૦ માં વધુ છૂટછાટ, મોલ અને હોટેલ ખૂલી શકશે

ગુરૂવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ગૃહમંત્રી અમિત શાહે વાતચીત કરી હતી ત્યારબાદ ગઈકાલે તેમણે પીએમ મોદી સાથે પણ ચર્ચા કરી હતી. બન્નેએ નવી ગાઈડ લાઈન્સને લઈને મંથન  કર્યુ હતું. આવતા ૧૫ દિવસ માટે દેશભરમાં લાગુ થનાર દિશાનિર્દેશોને જારી કરવામાં આવશે. જે ૧૩ શહેરોમાં પ્રતિબંધો રહેશે તે દિલ્હી, મુંબઈ, અમદાવાદ, પૂણે,  થાણે, હૈદરાબાદ, ચેન્નઈ, કોલકતા, ઈન્દોર, જયપુર, જોધપુર, ચેન્ગલપટ્ટુ અને તિરૂવલુર છે.

હોટલ, મોલ્સ, રેસ્ટોરન્ટને પણ ૧લી જૂનથી  ખોલવાની મંજુરી મળે તેવી શકયતા છે. જો કે હોટલોને તબક્કાવાર રીતે ખોલવામાં આવશે. હાલ દેશમાં હોસ્પીટાલીટી સર્વિસ સાવ બંધ છે. આવતીકાલે પીએમ  મન કી બાતમાં આવતા તબક્કાને લઈને કેટલીક સ્પષ્ટતા કરે તેવી શકયતા છે. ૧લી જૂનથી મોટાભાગની પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવા નિયમો સાથે શરૂ થઈ જશે. આ સિવાય ધાર્મિક ગતિવિધિ, પરિવહન અને વ્યાપાર સંબંધી છૂટછાટો પણ આપવામાં આવશે. સ્કૂલ ખોલવા અંગેનો નિર્ણય જે તે રાજ્યો પર છોડવામાં આવશે.  જો કે સોશ્યલ ડીસ્ટન્સ, માસ્ક વગેરે ફરજીયાત બનશે. હોટસ્પોટ સિવાયના વિસ્તારોમાં ઘણી બધી છૂટછાટો જાહેર થશે. હોટસ્પોટમાં ૧૫ દિવસ લોકડાઉન  લંબાવાય તેવી શકયતા છે. નવા લોકડાઉન ૫.૦માં રાજયોની જવાબદારી વધી જવાની છે. બજારો અને દુકાનો ખોલવાના મામલામાં વધુ રાહતો મળશે. દુકાનો મોડે સુધી ચાલુ રાખી શકાશે. ડોમેસ્ટીક વિમાનની સેવા પણ વધશે.

સરકાર હવે કન્ટેનમેન્ટ ઝોનમાં પ્રતિબંધો લાગુ રાખશે અને બાકીના વિસ્તારોને ખોલવા મંજુરી આપશે. રેસ્ટોરન્ટને ૫૦ ટકા લોકો સાથે ખોલવાની મંજુરી મળે તેવી પણ શકયતા છે.

Related posts

CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક, માવઠાથી થયેલા ખેતીના નુકશાન મામલે સહાય પેકેજ થઈ શકે છે જાહેર

Ahmedabad Samay

આજથી અમદાવાદ શહેરના ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનમાં ત્રણ દિવસનો પાણી કાપ રહેશે

Ahmedabad Samay

શૂટર દાદી ચંદ્રો તોમરનું કોરોનાને કારણે થયું નિધન

Ahmedabad Samay

અમદાવાદ- પોલીસ વિભાગમાં 22 હજાર જગ્યાઓ ખાલી, હાઈકોર્ટમાં રાજ્ય સરકારે રજૂ કર્યો જવાબ

Ahmedabad Samay

વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરમાં આજે 6000થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું

Ahmedabad Samay

કૃષિ કાયદાને લઇને સરકાર અને ખેડૂતો વચ્ચે આજે  ૦૫ માં તબક્કાની વાતચીત દરમિયાન પણ કોઇ સમાધાન ન નીકળ્યુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો