August 6, 2026
ગુજરાત

માસ્ક પહેર્યા વગર નીકળતા નહિ. છેલ્લા પાંચ દિવસમાં માસ્‍ક પહેર્યા વગર ફરતા 13581 લોકો વિરૂદ્ધ કેસ દાખલ

અમદાવાદ સહિત આખા દેશમાં અનલોક-1 અમલમાં છે. તેમાં લોકોને પોતાના કામથી બહાર નિકળવાની છૂટ આપવામાં આવી છે. તેની સાથે સરકારે દિશા-નિર્દેશોનું પાલન કરવાનું પણ  જણાવ્યુ છે. જેમ કે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેર્વુ વગેરે. નિયમોનું પાલન ના કરાનાર પાસેથી દંડ વસૂલવાની જોગવાઈ પણ છે. ત્યારે અમદાવાદ પોલીસે  છેલ્લા પાંચ  દિવસમાં માસ્ક પહેર્યા વગર 13 હજારથી વધારે લોકો ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી રૂપિયા 27 લાખથી પણ વધુ રકમ દંડ પેટે વસુલવામાં   આવી છે.

અમદાવાદ પોલીસે છેલ્લા 5 દિવસ દરમિયાન માસ્ક પહેર્યા વિના ફરતા 13,581 લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. 19 થી 23 જૂન સુધીના 5 દિવસ દરમિયાન આવા લોકો પાસેથી  અત્યાર સુધી 27 લાખથી પણ વધુ રકમ દંડ પેટે વસુલવામાં આવી છે.

પોલીસ પાસેથી પ્રાપ્ત આંકડા પ્રમાણે જોઈએ તો, 19 જૂનના રોજ 2,088 લોકો પાસેથી 4.17 લાખ, 20 જૂનના  રોજ 3,190 લોકો પાસેથી રૂપિયા 6.38 લાખ, 21 જૂનના રોજ 3,198 લોકો પાસેથી રૂપિયા 6.39 લાખ, 22 જૂનના રોજ 3,129 લોકો પાસેથી  રૂપિયા 6.25 લાખ અને 23 જૂનના રોજ 1,976 લોકો પાસેથી રૂપિયા 3.95 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે.

Related posts

ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે,૧૦ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી વધુ વયના યુવાનોને વિનામૂલ્યે વેકિસન આપશે.

Ahmedabad Samay

દેશના સૌપ્રથમ ‘મેડ ઇન ઇન્ડિયા’ સી૨૯૫ મિલિટ્રી ટ્રાન્સપોર્ટેશન પ્લેનનું સફળતાપૂર્વક ટેસ્ટિંગ કરવામાં આવ્યું

Ahmedabad Samay

ડીસાના ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેકટરીના અગ્નિકાંડમાં 21 નિર્દોષોનો ભોગ લેવાયો

Ahmedabad Samay

સિવિલ હોસ્પિટલની સરાહનીય કામગીરી,સિવિલ અને ૧૨૦૦ બેડ હોસ્પિટલની ઓ.પી.ડી. બિલ્ડીંગમાં આવતા દર્દી અને તેમના સ્વજનોને હોસ્પિટલ તંત્રના સ્ટાફ દ્વારા પીવાનું પાણી આપવામાં આવશે

Ahmedabad Samay

રાજકોટના અવકાશમાં અવાજ સાથે સાત રંગથી પ્રકાશિત તરંગો દેખાયા

Ahmedabad Samay

એરપોર્ટ ખાતે CISF અને હેલપિંગ હેન્ડ દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો