February 9, 2025
ગુજરાતઅપરાધ

વડોદરાના લવ જેહાદમાં થયો નવો ખુલાસો, નિકહના દિવસ એટલે તા. ૬ઠ્ઠી ડિસેમ્બરે બાબરી ધ્વંસની વરસીનો દિવસ હતો

કોઈ હિંદુ યુવતી મુસ્લીમ ધર્મ અંગીકાર કરીને નિકાહ કરે તો મેરેજ રજિસ્ટ્રેશન માટે જિલ્લા મેજિસ્ટ્રેટની ખાસ મંજુરીની કાયદામાં જોગવાઈ છે. નાગરવાડાના અયાઝ શેખ અને નિકાહ પછી આઈરાહ થયેલી બ્રાહ્મણ યુવતીએ છોટાઉદેપુર ખાતે મેરેજ રજિસ્ટ્રેશનનો પ્રોસીજર કર્યો હતો. પરંતુ ત્યાંથી યુવતીના પિતાના નામ ઉપર નોટીસ નીકળતાં ભાંડો ફુટયો હતો અને રજિસ્ટ્રેશન થઈ શકયુ નહતુ. ત્યારપછી અયાઝ અને હિંદુ યુવતી મુંબઈ ગયા હતા જયાં તા. ૬ઠ્ઠી ડિસેમ્બરે વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારની હિંદુ યુવતીએ ઈસ્લામ ધર્મ અંગિકાર કર્યો હતો. તા. ૬ઠ્ઠી ડિસેમ્બરે બાબરી ધ્વંસની વરસીનો દિવસ છે. હિંદુ યુવતી પાસે ઈસ્લામ અંગિકાર કરાવવા માટે આ દિવસ કેમ પસંદ કરવામાં આવ્યો? આ મુદ્દે નવો ફણગો ફૂટયો છે.

આ સમગ્ર બાબતને લવ જેહાદ તરીકે જોવાઈ રહી છે. ત્યારે જે દિવસને પસંદ કરવામાં આવ્યો છે તે જોતા હકીકતમાં આ એક ષડયંત્ર તો નથી? તેવા પ્રશ્નો પણ ઉઠી રહયાં છે. અયાઝ શેખ હિંદુ યુવતીને મુંબઈ લઈ ગયો હતો. જયાં એડવોકેટ પાસે એક એફિડેવિટ કરાવડાવ્યુ હતુ જેમાં લખ્યુ હતુ કે હું કોઈ પણ પ્રકારના દાબ દબાણ વગર હિંદુમાંથી મુસ્લીમ ધર્મ અંગિકાર કરુ છુ. માત્ર આ એફિડેવિટ ઉપર બાંદ્રાની મસ્જિદમાં કાઝીએ નિકાહ પઢાવી આપ્યા હતા અને નિકાહનામુ આપ્યુ હતુ. જે નિકાહનામુ હવે શંકાના દાયર
આવી પરિસ્થિતીનો કાયમી નિવેડો લાવવા માટે ઉત્તરપ્રદેશની જેમ લવજેહાદ સંદર્ભનો કાયદો વટહુકમ દ્વારા લાવવા અનુરોધ કર્યો છે. પત્રની નકલ ડી.સી.એમ.નીતિનભાઇ પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ મુખ્ય સચિવને પણ મોકલાવવામાં આવી છે.

નાગરવાડાની બ્રાહ્મણ યુવતીને મુસ્લીમ યુવાન ભગાડીને મુંબઇ લઇ ગયા બાદ મસ્જિદમાં નિકાહ પઢયા હતા. શહેરમાં ચકચારી કિસ્સા સંદર્ભે સાંસદ રંજનબેન ભટ્ટે કહ્યું હતું કે ઉત્તરપ્રદેશની જેમ ગુજરાતમાં પણ લવજેહાદનો કાયદો લાવવો જ જોઇએ.

શહેરના નાગરવાડામાં રહેતી બ્રાહ્મણ યુવતીને તેના જ વિસ્તારમાં રહેતો મુસ્લીમ યુવાન ભગાડીને મુંબઇ લઇ ગયો હતો. જ્યાં લગ્ન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાથધર્યા બાદ બ્રાહ્મણ યુવતી સાથે મસ્જિદમાં નિકાહ પઢી આઇરાહ નામ આપ્યું હતું. બંન્ને તા.૧૫મીના રોજ નાગરવાડામાં પરત આવ્યા હતા. ત્યારબાદ કારેલીબાગ પોલીસ સ્ટેશન બહાર બંન્ને કોમના ટોળા જામ્યા હતા. શુક્રવારે એરપોર્ટ સલાહકાર સમિતીની બેઠક પછી સાંસદ રંજનબેન ભટ્ટને લવજેહાદ સંદર્ભે પ્રશ્ન પૂછાતા સ્પષ્ટ શબ્દોમાં ઉલ્લેખ્યું હતું કે ઉત્તરપ્રદેશની જેમ ગુજરાતમાં પણ લવજેહાદ સંદર્ભે કાયદો લાવવો જ જોઇએ. મુસ્લીમ યુવક જો ખરેખર બ્રાહ્મણ યુવતીને ચાહતો જ હોય તો તેણે હિન્દુ ધર્મ અંગીકાર કેમ કર્યો ન હતો ? એવો યક્ષપ્રશ્ન પણ દોહરાવ્યો હતો.

Related posts

વિદ્યાર્થીઓમાં સંસ્કૃતિ અને રાષ્ટ્ર પ્રેમ જાગૃત કરવા નાલંદા ગૃપનુ અભિયાન

Ahmedabad Samay

રાહત દરે અને ગુણવત્તાયુક્ત સંભાળ આપવા માટે જીસીએસ હોસ્પિટલને એવોર્ડ એનાયત કરાયું

Ahmedabad Samay

અમદાવાદ: ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ ન જોવા લોકોને ધમકી, ‘ઘરમાં રહો સુરક્ષિત રહો’નો મેસેજ ફરતા ફફડાટ, નમો સ્ટેડિયમ પર સુરક્ષા વધારાઈ

Ahmedabad Samay

અમદાવાદ: આગામી 5 દિવસ ભારે પવન, ગાજવીજ સાથે માવઠું પડવાની આગાહી, જાણો કયાં વિસ્તારમાં પડશે કમોસમી વરસાદ?

Ahmedabad Samay

કરાઓકે દ્વારા ઓપન ગુજરાત કરાઓકે સુપરસ્ટાર સ્પર્ધા યોજી

Ahmedabad Samay

ફૂટપાથ પર ધંધો કરવાનો કોઇને અધિકાર નથી : રાજેન્દ્ર ત્રિવેદી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો