March 21, 2025
ગુજરાત

૨૦૦૦₹ની નોટોની અફવાથી દૂર રહેવું,જેમની પાસે બેંક ખાતું નથી, તો તેઓ ૨૦૦૦ રૂપિયાની નોટ આ રીતે બદલી શકશે.

ભારતીય રિઝર્વ બેંકએ ૨૦૦૦ રૂપિયાની ગુલાબી નોટો પર મોટો નિર્ણય લીધો અને તેને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી. જોકે, રિઝર્વ બેંકે સ્‍પષ્ટપણે કહ્યું છે કે રૂ. ૨૦૦૦ની નોટો માન્‍ય રહેશે અને અન્‍ય મૂલ્‍યોની નોટો માટે સરળતાથી બદલી શકાશે. આ માટે તારીખ પણ નક્કી કરવામાં આવી છે. પરંતુ હજુ પણ ૨૦૦૦ રૂપિયાની નોટને લઈને લોકોના મનમાં અનેક સવાલો ઘૂમી રહ્યા છે. આમાંથી એક એ છે કે જેમની પાસે બેંક ખાતું નથી, તો તેઓ ૨૦૦૦ રૂપિયાની નોટ કેવી રીતે બદલી શકશે?

આરબીઆરઇએ કહ્યું કે ૨૦૦૦ રૂપિયાની નોટ ૩૦ સપ્‍ટેમ્‍બર સુધી ચલણમાં રહેશે. એટલે કે જેમની પાસે હાલમાં ૨૦૦૦ રૂપિયાની નોટ છે, તેમણે તેને બેંકમાંથી બદલી આપવી પડશે. આ માટે ૨૩ મેથી ૩૦ સપ્‍ટેમ્‍બર સુધીનો સમય નક્કી કરવામાં આવ્‍યો છે. ભારતીય રિઝર્વ બેંકે બેંકોને તાત્‍કાલિક અસરથી ૨૦૦૦ રૂપિયાની નોટો જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી છે. એટલે કે હવે બેંકો ગ્રાહકોને નવી ૨૦૦૦ની નોટ નહીં આપે.

હવે સવાલ એ છે કે શું કોઈપણ ગ્રાહક એ જ બેંકમાંથી ૨૦૦૦ રૂપિયાની નોટ બદલી શકે છે જેમાં તેનું ખાતું છે? રિઝર્વ બેંકે સ્‍પષ્ટ કહ્યું છે કે કોઈપણ વ્‍યક્‍તિ દેશની કોઈપણ બેંકની કોઈપણ શાખામાંથી એક સમયે ૨૦,૦૦૦ રૂપિયાની મર્યાદા સુધીની ૨૦૦૦ રૂપિયાની નોટ બદલી શકે છે. એટલે કે બેંકમાં ખાતું હોવું જરૂરી નથી. રિઝર્વ બેંકે એમ પણ કહ્યું છે કે નોટ બદલવાની સુવિધા મફતમાં મળશે.

૨૦ હજાર રૂપિયાથી વધુની ૨૦૦૦ રૂપિયાની નોટ એક સમયે બદલાશે નહીં. ભારતીય રિઝર્વ બેંકે ‘કલીન નોટ પોલિસી’ હેઠળ ૨૦૦૦ રૂપિયાની નોટને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ પોલિસી હેઠળ આરબીઆઈ ધીમે ધીમે બજારમાંથી ૨૦૦૦ની નોટો પાછી ખેંચી લેશે. સરકારી આંકડાઓ અનુસાર, હાલમાં રૂ. ૩.૬૨ લાખ કરોડના મૂલ્‍યની રૂ. ૨૦૦૦ની નોટો ચલણમાં છે. પરંતુ ટ્રાન્‍ઝેક્‍શન ખૂબ જ ઓછું થઈ રહ્યું છે.

આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર, બેંકો પાસે ૨૦૦૦ની નોટ બદલવા માટે અલગથી વિશેષ વિન્‍ડો હશે, જયાં તમે સરળતાથી ૨૦૦૦ની નોટ બદલી શકશો. આ સમયમર્યાદા પૂરી થયા પછી RBI દ્વારા બદલી શકાય છે. ૩૦ સપ્‍ટેમ્‍બર પછી, ૨૦૦૦ રૂપિયાની નોટો બેંકોમાં બદલી અથવા જમા કરાવી શકાશે નહીં.

Related posts

અમદાવાદમાં દિલ્હીની બે ટ્રાંસજેન્ડર મહિલાઓની યુવકોને ડેટીંગ એપ પર ફસાવી લૂંટની માયાજાળ

Ahmedabad Samay

પ્રદિપસિંહજી જાડેજાના પૂજય પિતાશ્રી ભગવતસિંહ સજુભા જાડેજાનું દુઃખદ અવસાન

Ahmedabad Samay

જાણો સરકાર તરફથી ક્યા કયા લેવાયેલા નિર્ણયો

Ahmedabad Samay

સુરેન્દ્રનગરના દરજી પરિવારના 3 સભ્ય, પતિ, પત્ની અને પુત્રીનાં રાજપર પાસેની કૅનાલમાંથી મૃતદેહ મળી આવતા શોકની લાગણી ફેલાઈ

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા પરપ્રાંતીયો ને શહેર છોડી ન જવા અપીલ કરાઇ, હેલ્પલાઇન નંબર જાહેર કરાયો

Ahmedabad Samay

અરવિંદ કેજરીવાલ પરના માનહાની કેસ મામલે જાણો અમદાવાદ કોર્ટમાં શુ થઈ હતી રજૂઆત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો