ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં અનેક વખત પરપ્રાંતીય ઉપર હમલા અને અત્યાચાર ની ઘટનાઓ સામે આવતી હોય છે જેને લઈને અમદાવાદમાં પરપ્રાંતીય ઉપર થતા અન્ય અને અત્યાચાર સામે લડવા માટે
શ્યામસિંહ ઠાકુર દ્વારા “ ઉત્તર ભારતીય વિકાસ પરિષદ” નું નિર્માણ કરવામાં આવ્યું હતું.
પરિષદ દ્વારા કોઈપણ પરપ્રાંતિઓ ને મુશ્કેલી પડી હોય તેનો સમાધાન લાવવામાં આવે છે, પરપ્રાંતિઓ પર જો કોઈ અત્યાચાર થતો હોય તો તેમના સાથે ખભેથી ખભે મિલાવી તેના સાથે ઉભા રહે છે અને ન્યાય અપાવે છે, વર્ષ દરમિયાન ૨૦૦ જેટલા ગરીબ બાળકો ને ભણાવાની જવાબદારી લેવામાં આવે છે , સ્કોરશીપ આપવામાં આવે છે. પહેલા પારિવારીક નાના મોટા ઝઘડા કૉર્ટ કચેરી અને પોલીસ સ્ટેશન પોહચતી હતી હવે પરિષદ દ્વારા સામાજીક દ્રષ્ટિએ સમાધાન કરવામાં આવે છે.પરિષદ દ્વારા લોકડાઉનમાં અનેક પરપ્રાંતી ઓ માટે બે વખત નું જમવાની રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી,
તંત્ર દ્વારા સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી તયારે અનેક પરપ્રાંતીય અમદાવાદમાં ફસાયા હતા, અનેક પરપ્રાંતીય લોકો પોતાના વત જવા માંગતા હતા તે સમયે પરપ્રાંતીઓ નું ભાડું પણ ચૂકવ્યું હતું , પરિષદ દ્વારા ટૂંક સમયમાં અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં પરપ્રાંતિઓ માટે એક મોટો ભવનનું નિર્માણ કરવામાં આવવાનું છે જેમાં પોતાની પુત્રીના કે પુત્રના ધૂમ ધામ થી ઓછા ખર્ચે વિવાહ કરી શકાશે, બહારથી આવેલા લોકોમાટે અમુક સમય રોકાણ માટે સુંદર સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે, ઉતરભારતીય પરિષદ દ્વારા આવા અનેક સેવાભાવી યોજના અને કાર્ય કરવામાં આવે છે.