કોરોના મહામારી હજુ સુધી ગઈ નથી કે હજુ શુધી તેની કોઈ વેકસીન મળી નથી અને આજ રોજ સાંજે જ પી.એમ. મોદીએ પ્રજાને સંદેશ આપ્યો છે કે “ જબ તક દવાઇ નહિ તબ તક ઢીલાઇ નહિ” પરંતુ આ સંદેશ નો અને રાજ્ય સરકારના નિયમોનો અમદાવાદના નરોડ વિસ્તારના શ્રી રામ વાટીકા માં આ બધાનું કોઈજ ફરક નથી પડતું લોકોને પોલીસની પણ બીક નથી રહી. શ્રી રામ વાટીકા ફ્લેટ માં આરતી બાદ રહેવાસી મોટા થી લઈ નાના બાળકો સોસિયલડીસ્ટેન્સનું ઉલ્લંઘન કરી નમ મૂકી ગરબા રમ્યા હતા જેનો વિડીયો વાયરલ થયો છે. આવીજ બેદરકારીના કારણે કોરોના વધી રહ્યો છે, કોરોના વોરિયરસ તરીકે ફરજ બજવતા કેટલાક પોલીસ જવાનો, ડોક્ટર અને નર્સ લોકોને કોરોના થી બચાવતા બચાવતા જીમ ગુમાવ્યા છે તો પણ લોકોને તેમના બલિદાનની કદર નથી.