રાજ્યમાં હાલ કોરોના વાયરસ જેવી મહામારી ચાલી રહી છે તે સાથે અવનવા રોગો પણ સામે આવી રહ્યા છે જે માટે સરકાર દ્વારા સ્વચ્છતા માટે પણ ધ્યાન આપવા જણાવવામાં આવ્યું છે અને ભારત ભરમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે આવતા હોય છે.
પરંતુ સ્વચ્છતા અભિયાન એ ફક્ત કહેવા માટે અને ફોટો પડાવવા પુરતાજ હોય છે. નરોડા વિસ્તારમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે નરોડામાં અનેક ઠેકાણે અને ફ્લેટના બહાર ગંદકી જોવા મળી રહે છે, નરોડાના મધુવન ગ્લોરી ફ્લેટના પાસેના ભાગે આવેલ માર્ગ પર કેટલાય દિવસથી AMC ના સફાઇ કર્મચારીઓ દ્વારા સફાઈ કરવા આવી નથી જેના કારણે ત્યાં ઘણો કચરો એકત્રિત થઇ ગયો છે જેને પગલે ગંદકી અને મચ્છરો થઇ ગયા છે જે કારણે બીમારી ફેલાવાનો ભયપણ રહેછે.
વધુમાં ફ્લેટના માર્ગ પર પાણી ભરાવવાની સમસ્યા પણ અવારનવાર ઉઠતી હોય છે જેના કારણે પણ રોગચાળો ફેલાય શકે તેવી સમસ્યા જોવા મળી રહીછે , સરકારી બાબુઓ અને નેતાઓ આ વિસ્તારમાં પૂરતો ધ્યાન આપતા નથી લોકોની સમસ્યાઓ નો અંત જ નથી આવતો નરોડામાં રામ રાજ્ય પ્રજા દુઃખી જેવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે.