સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સી.ઈ.ઓ અદાર પૂનાવાલાએ દાવો કર્યો છે કે આવતા ડિસેમ્બર મહિના સુધીમાં કોરોનાની રસીના ૧૦ કરોડ ડોઝ મળી શકે તેમ છે. સીરમ ઈન્સ્ટીટ્યૂટની રસી બનાવવામાં ઓકસફોર્ડ યૂનિવર્સિટીની ભાગીદાર છે. આ ડોઝ દવા કંપની એટ્રાજેનની ઓકસફોર્ડ યૂનિવર્સિટીની સાથે મળીને તૈયાર કરી રહી છે.
પૂનેવાલાએ વધુમાં જણાવ્યું હતું કે રસીની શરુઆતનું ઉત્પાદન ભારત માટે કરવામાં આવશે અને તેના વિતરણની સુવિધાઓ તેમજ વ્યવસ્થાઓ શરૂ કરી દેવામાં આવી છે.
સીરમ ઈન્સ્ટીટ્યૂટ વેકસીનના ૧૦૦ કરોડ ડોઝ બનાવશે. જેમાં ૫૦ કરોડ ભારત માટે અને ૫૦ કરોડ અન્ય દક્ષિણ એશિયાઈ દેશો માટે હશે . સીરમ ઈન્સ્ટિટ્યૂટ અત્યાર સુધીમાં રસીના ૪ કરોડ ડોઝ તૈયાર કરી ચૂકી છે.