શહેરમાં દિવાળીના તહેવારમાં કોરોના કેસો માં વધારો જોવા મળી રહ્યો છે. તહેવારમાં લોકો એક બીજા ના ઘરે જાય છે તેમજ માસ્ક પહેરતા નથી અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરતા નથી જેને કારણે કેસોમાં અચાનક વધારો જોવા મળી રહ્યો છે જે જોખમી છે.
કોરોનાનાં વધી રહેલા કેસોને લઈને સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે બેઠક યોજી હતી.મિટિંગમાં Acs રાજીવ ગુપ્તા, કમિશ્નર મુકેશ કુમાર તેમજ અલગ અલગ ઝોનના ડેપ્યુટી કમિશનર હજાર રહ્યા હતા . ડો. રાજીવ ગુપ્તાએ શહેના લોકોને લોકડાઉન ની વાતો પર ધ્યાન ન આપવાની અપીલ કરતા કહ્યું કે શહેર અને સરકારી તંત્ર કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે.
અમદાવાદમાં ખાનગી અને પ્રાઇવેટ હોસ્પિટલ મળીને 7288 હોસ્પિટલો ઉપલબ્ધ છે. જેમાં હાલ 40% બેડ ખાલી છે. શહેરમાં 900 મોબાઇલ મેડિકલ વાન કાર્યરત છે. શહેરમાં 25000 જેટલા મેડિકલ પેરામેડિકલ કોરોના વોરિયર્સ દિવસ-રાત કામ કરી રહ્યા છે.
કોરોના કેસોનુ ઝડપથી નિદાન કરી શકાય તે માટે 200 જગ્યા પર વિનામૂલ્યે ટેસ્ટિંગ સુવિધા ચાલી રહી છે. તેમજ 3000 સર્વેલન્સ ટીમ દ્વારા સતત શહેરમાં લોકોના ઘરે ઘરે જઈને સર્વે કરવામાં આવી રહ્યો છે.
અમદાવાદ માં કોરોના ની સારવાર માટે હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલો છે જેમાં કુલ મળીને 7288 હોસ્પિટલ ઉપલબ્ધ છે તે પૈકીની હાલમાં 2848 પથારીઓ ખાલી છે હાલમાં કોરોના ના દર્દીઓ માટે સરકારી હોસ્પિટલોમાં 2347 અને ખાનગી હોસ્પિટલમાં 501 બેડ ખાલી છે.
કોરોના સંક્રમણ ઘટાડવા તેમજ ઝડપથી સુવિધા મળી રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ-અલગ મોબાઇલ મેડિકલ સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સુવિધા અંતર્ગત શહેરમાં કોરોના ની સારવાર માટે 900 જેટલી મોબાઈલ મેડિકલમાં કાર્યરત્ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 200 સ્થળોએ વિનામૂલ્યે ટેસ્ટિંગ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં અર્બન હેલ્થ સેન્ટર મોબાઈલ ટેસ્ટિંગ સુવિધા તેમજ કિયોસ્ક સેન્ટરસેન્ટર વગેરેનો સમાવેશ થાય છે.
શહેરમાં કૉમેન્ટ માટે 20000 કોરોના વોરિયર્સ દિવસ-રાત સેવા આપી રહ્યા છે જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વર્કર મેડિકલ ડેન્ટલ ફિઝિયોથેરાપી અને નર્સિંગ ના વિદ્યાર્થીઓ તબીબો પેરામેડિકલ સ્ટાફ શિક્ષકો આંગણવાડી કાર્યકર નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત લગભગ 5000 જેટલા શહેરની ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે એમ કુલ મળીને 25000 કોરોના વોરિયર્સ કોરોના ને હરાવવા કામ કરી રહ્યા છે.
શહેરમાં કોરોના ના કેસો નું વહેલા ડિટેકશન થાય તે માટે શહેરમાં 3000થી વધુ સર્વેલન્સ ટીમો દ્વારા દરરોજ 1.8 લાખ કરોડ કરીને પ્રતિ 10 લાખની વસ્તી વસ્તીનું સર્વે કરવામાં આવે છે જૂન 2020 સુધીમાં શહેરની સમગ્ર વસ્તીને 18 વખત આવરી લેવામાં આવી છે. હવે ફરી લોકડાઉન ની શકયતા નથી