મંગળવારે કેબિનેટની મહત્વપૂર્ણ બેઠકમાં અયોધ્યા એરપોર્ટનું નામ બદલીને મર્યાદા પુરષોતમ શ્રી રામ એરપોર્ટ અયોધ્યા કરવાના પ્રસ્તાવને મંજૂરી મળી હતી. આ સાથે એરપોર્ટના નામ બદલવા અંગે વિધાનસભામાં પસાર થવાના પ્રસ્તાવના ઠરાવના લેખને પણ મંજૂરી આપવામાં આવી છે. મંત્રીમંડળ દ્વારા મંજૂર કરાયેલ આ ઠરાવ રાજય વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવશે અને પ્રસ્તાવ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને મોકલવામાં આવશે.
એક તરફ લવ જેહાદ માટે આક્રમક વલણ અપનાવીને આકરી સજાની જોગવાઈ કરી અને બીજી તરફ અયોધ્યા એરપોર્ટનું નામકરણ કરીને યોગી સરકાર એક ઉદાહરણ પૂરું પાડ્યું હોય એવું જણાઈ રહ્યું છે. યોગી આદિત્યનાથની સરકારે રામમંદિરનો પાયો નાંખીને પહેલાથી લોકોના દિલ જીતી લીધા છે