September 18, 2024
ગુજરાત

રાંધણગેસના બાટલામાં મહિનામાં બીજી વખત ભાવ વધારો

સરકાર પોતાની તિજોરી ભરવા માટે સામાન્ય માણસોના ગજવા ઉપર ત્રાટકી રહી છે. પેટ્રોલ અને ડિઝલના ભાવ આસમાને પહોંચ્યા છે તેવા સમયે સરકારે ઘર ઉપયોગ માટેના રાંધણગેસના બાટલામાં મહિનામાં બીજી વખત ભાવ વધારો મૂકી દેતા ગૃહીણીઓમાં ભારે દેકારો બોલી ગયો છે.

કેન્દ્ર સરકાર ઓઇલ કંપનીઓની મદદથી એલપીજીના ભાવ વધારી રહી છે પણ આ મહિને તો ઇતિહાસ રચી દીધો છે. સરકાર અને ઓઇલ કંપનીઓમાં ઘરેલુ રાંધણગેસના ભાવમાં મહિનામાં બીજી વાર ભાવ વધારો કરી દેવાયો છે. આવું બે દાયકામાં પહેલીવાર બન્યું હોવાનો દાવો જાણકારો કરી રહ્યા છે.

જાણવા મળતી વિગત અનુમાન ૧લી તારીખે નહિ પણ આ વખતે બીજી તારીખે ઘરેલુ બાટલામાં રૂ.૫૦નો ભાવવધારો કરી દેવાયા બાો ઓઇલ કંપનીઓએ ગઇકાલે રાત્રે ફરી રૂ.૫૦નો ભાવ વધારો જાહેર કરી દેતા આ બાટલાના ભાવમાં મહિનામાં બીજીવાર વધારો થયો છે. ગઇકાલ રાતથી અમલી બને એ રીતે સરકારે રૂ.૫૦નો ભાવ વધારો જાહેર કરતા – ડોમેસ્ટીક ગેસનો બાટલો હવે રૂ.૭૧૦થી ૭૧૩નો થયો હોવાનું જાણવા મળે છે. આમ ચાલુ મહિનામાં જ પ્રજાને કુલ રૂ.૧૦૦નો ડામ આપવામાં આવ્યો છે.

Related posts

નરોડા વિસ્તારમાં સ્વચ્છતાનો અભાવ, રામ રાજ્ય પ્રજા દુખીના દ્રશ્યો

Ahmedabad Samay

અસારવા વોર્ડના અપક્ષ ઉમેદવાર પુનમચંદ દ્વારા બાઇક રેલીનો આયોજન કરાયું

Ahmedabad Samay

હે! ગણપતિ દાદા, તમે સર્જન કર્યું હતું, તો અમે શા માટે વિસર્જન કરીએ છીએ ?: હાર્દિક હુંડિયા

Ahmedabad Samay

દિવાળીના તહેવારો બાદ આજે સવારે શુભ મુહુર્તમાં વેપારીઓએ ફરી કામકાજ શરૂ કર્યા

Ahmedabad Samay

અમદાવાદમાં વધુ ૧૨ હોસ્પિટલ ને કોવિડ-૧૯ જાહેર કરાઇ.

Ahmedabad Samay

જયમન શર્મા, હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી એ દરેક સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો